Gujarat : સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવાની અરજી નામંજૂર

|

Feb 19, 2021 | 2:31 PM

Gujarat : એક જ દિવસે મતગણતરીની માંગ સાથે કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે અરજદારની માગણીને નામંજૂર કરી છે.

Gujarat : એક જ દિવસે મતગણતરીની માંગ સાથે કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે અરજદારની માગણીને નામંજૂર કરી છે.હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખો. જો નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેના લીધે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. જેમાં મતદારોને અસર થવાની સંભાવના છે. જેથી મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકશે નહીં તેવી અરજદારે રજૂઆત કરી હતી.

 

તો બીજી તરફ, રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે વર્ષ 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં જો એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રોકવો પડે, અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. આ ઉપરાંત સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે.. જોકે કોવિડના લીધે 7 ટેબલ જ ગોઠવવામાં આવનારા છે. મત ગણતરી અલગ-અલગ તારીખે રાખવા અંગેના કોઈ મજબૂત કારણો કે નુક્સાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી તેવી ચૂંટણી પંચ તરફથી રજૂઆત કરાઈ હતી.

Next Video