Gujarat : ચોમાસાની રાહ જોતા ગુજરાતના 28 તાલુકામાં નોંધાયો વરસાદ

|

Jun 18, 2021 | 12:59 PM

Gujarat : રાજ્યમાં મેઘસવારી આવી પહોંચી છે. રાજ્યના 28 તાલુકામાં ગુરુવારે વરસાદ(Rain)  વરસ્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગુરુવારે સૌથી વધુ વરસાદ ગણદેવીમાં નોંધાયો હતો.

Gujarat : રાજ્યમાં મેઘસવારી આવી પહોંચી છે. રાજ્યના 28 તાલુકામાં ગુરુવારે વરસાદ (Rain)  વરસ્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવમાં આવી છે. રાજ્યમાં ગુરુવારે સૌથી વધુ વરસાદ ગણદેવીમાં નોંધાયો હતો.

રાજ્યમાં ગુરુવારે સૌથી વધુ ગણદેવીમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે સૂરત, નવસારી અને જલાલપોરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. અનેક જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો હતો. તો આજે અનેક જિલ્લામાં વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં વરસાદની ધમાકેદા એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ભાવનગરના સિહોરમાં આજે એકાદ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અનેક વિસ્તારોમા ગાજ-વિજ સાથે ઝરમર વરસાદથી આગમન થયું છે.

જણાવી દઈએ કે, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘરાજાની એન્ટ્રી થઇ છે.

Next Video