Gujarat Rain: ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ચૈત્રમાં અષાઢ જેવી સ્થિતિ, કમોસમી માવઠાથી કેરી અને બાજરાનાં પાક પર અસર

|

Apr 26, 2021 | 10:34 AM

Gujarat Rain: રાજ્યમાં મહામારી વચ્ચે મેઘરાજાએ મુશ્કેલી વધારી છે અને કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો છે.

Gujarat Rain: રાજ્યમાં મહામારી વચ્ચે મેઘરાજાએ મુશ્કેલી વધારી છે અને કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડામાં કરા સાથે વરસાદ વરસ્યો તો અમરેલીના ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદી માવઠું વરસ્યું તો મોરબીના ટંકારામાં પણ ગાજવીજ સાથે મેઘાએ મુશ્કેલી વરસાવી. આ તરફ રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા તો જામનગરના કાલાવડમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો અમરેલીના સાવરકુંડલામાં પણ માવઠાના સમાચાર છે. આમ ભર ઉનાળે કમોસમી વરસાદથી ઉનાળું પાકને નુકસાન થવાની શક્યતા છે તો કેરીના પાકને ભારે નુકસાન જવાની ભિતી ખેડૂતો સેવી રહ્યા છે.

રાજ્યમાં આકરી ગરમી વચ્ચે ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તો રાજસ્થાનને અડીને આવેલા અમીરગઢ પંથકના કેટલાક ગામમાં કરા પડ્યા, કરા સાથેના વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું તો અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા માર્ગો ભીના થયા. અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં ધોધમાર પોણા ઈંચ વરસાદ નોંધાયો તો કોદીયા, ગોરડકા ગામમાં કરા પડ્યા. સાવરકુંડલાના આદસંગ, ખોડીયાણા સહિતના ગામમાં વરસાદ વરસ્યો. પંચમહાલના જાંબુઘોડા પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ સહિતના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉના નજીક મોટા સમઢીયાળામાં કરા સાથે ધોધમાર ઝાપટું પડ્યું તો ધોરાજી પંથકના પણ કમોસમી વરસાદ વરસ્યો. જેતપુરમાં ભારે પવન સાથે ભરઉનાળે વરસાદ પડ્યો. અમરેલીના જાફરબાદ પંથકના ટીંબી, લોર, હેમાળ સહિતના ગામોમાં માવઠું પડ્યું. આમ કોમસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે.

Next Video