Gujarat : પ્રાથમિક શિક્ષક સંઘ આકરા પાણીએ, 7માં પગાર પંચ બાદ હવે ભથ્થાની માગ

|

Jun 13, 2021 | 8:45 AM

Gujarat : રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ (Primary Teachers' Association) આકરા પાણીએ થયા છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 7માં પગાર પંચ બાદ હવે ભથ્થાની માગ કરી છે. રાજ્ય સરકારને પત્ર લખીને માગ કરી છે.

Gujarat : રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ (Primary Teachers’ Association) આકરા પાણીએ થયા છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 7માં પગાર પંચ બાદ હવે ભથ્થાની માગ કરી છે. રાજ્ય સરકારને પત્ર લખીને માગ કરી છે.

વર્ષ 2016 થી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પગાર પંચ મુજબ ભથ્થાનો લાભ મળતા ના હતા. જેને લઈને રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. ઘર ભાડું મેડીકલ સહિતના 5 વર્ષથી જાહેર ન કરાયેલા ભથ્થાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં શિક્ષક સંઘે વહેલી તકે ભથ્થા ચૂકવવાની માગ કરી છે.

મહત્વપૂર્ણ છે કે આનંદીબેન પટેલની સરકારે 2016 માં સાતમા પગાર પંચની જાહેરાત કરી હતી.આ જાહેરાત સાથે જ ગુજરાત દેશનું પ્રથમ સાતમું પગાર પંચ અમલ કરનારૂ રાજ્ય બન્યું હતું. જોકે સાતમાં પગાર પંચના ભથ્થા ન મળતા હવે પ્રાથમિક શિક્ષક સંઘે લડત શરૂ કરી છે.

તો બીજી તરફ  સાતમા પગાર પંચનો અમલ 1 ઓગસ્ટ, 2017 થી કરવામાં આવ્યો હતો. કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2016 થી 1 ઓગસ્ટ, 2017 સુધીનું એરિયર્સ આપવામાં આવ્યું હતું. રાજ્યની 5300 થી વધુ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો-કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ મળે છે.

Next Video