HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ, HSRP વિનાના વાહનચાલકોને ફટકારાશે દંડ

|

Sep 01, 2019 | 10:17 AM

HSRP નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દત સતત સાત વખત વધાર્યા પછી 31મી ઓગસ્ટે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે.  હવે આ મુદ્દતમાં વઘારો નહીં કરવામાં આવે તેવું આરટીઓના અઘિકારીઓ માની રહ્યા છે. ત્યારે જ્યાં સુધી HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો થશે કે કેમ તે બાબત સ્પષ્ટ નહિં થાય ત્યા સુધી HSRP […]

HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ, HSRP વિનાના વાહનચાલકોને ફટકારાશે દંડ

Follow us on

HSRP નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દત સતત સાત વખત વધાર્યા પછી 31મી ઓગસ્ટે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે.  હવે આ મુદ્દતમાં વઘારો નહીં કરવામાં આવે તેવું આરટીઓના અઘિકારીઓ માની રહ્યા છે. ત્યારે જ્યાં સુધી HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો થશે કે કેમ તે બાબત સ્પષ્ટ નહિં થાય ત્યા સુધી HSRP નંબર પ્લેટ લગાવ્યા વિનાના વાહનચાલકોને શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ ઈન્સપેક્ટર દ્વારા દંડવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ

સુપ્રિમ કોર્ટના ઓર્ડર પછી દેશભરના વાહનોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  જો કે ગુજરાત રાજ્યના વાહનચાલકોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે ઉદાસીનતા જોવા મળી રહી છે. જેને લઈને લાખો વાહનચાલકોએ હજુ સુધી પોતાના વાહનોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવી નથી.
આ  પણ વાંચો :  VIDEO: બિસ્માર રસ્તાથી કંટાળેલા શહેરીજનોએ કલેકટર કચેરી ખાતે કર્યુ એવું આંદોલન કે તાત્કાલિક સમારકામ શરૂ કરવુ પડ્યુ
આવા વાહનચાલકો હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવે તે ઉદ્દેશથી અમદાવાદ આરટીઓ કચેરી તેમજ અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા સંકલન કરીને ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ થવા બાબતે અમદાવાદ આરટીઓના એઆરટીઓ એસ.એ.મોજણીદારે કહ્યું કે 1 સપ્ટેમબરથી જે વાહનોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ નહિં હોય તેવા વાહનોને નિયમ પ્રમાણે 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારસુધી 6.50 લાખ જેટલા જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં આવી છે તો અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 3 લાખથી પણ વધારે વાહનચાલકો એવા છે જેમણે પોતાના જુના વાહનોમાં આવી HSRP નંબર પ્લેટ લગાવી નથી.  HSRP નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓ અમદાવાદ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં કેમ્પ યોજવામાં આવ્યા છે.  અમદાવાદના વાહનચાલકો પોતાના વાહનચાલકો માટે HSRP નંબર પ્લેટ લગાવે તે માટે ખાસ પ્રકારનો કેમ્પ યોજવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article