Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાની જમાવટ, વિવિધ શહેર જિલ્લા અને ગામડામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, સાપુતારાનું સૌંદર્ય ખિલ્યુ

|

Jun 21, 2021 | 5:15 PM

Gujarat Monsoon: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

Gujarat Monsoon: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ અને માંડલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે તો પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને ઘોઘંબામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે તો વડોદરામાં પણ બપોર બાદ મેઘસવારી આવી પહોંચી.

સ્થિતિને જોતા કલેક્ટરે અધિકારીઓને હેડક્વાટર ન છોડવા આદેશ કર્યો છે. આ તરફ અમદાવાદમાં પણ વરસાદી ઝાપટું પડ્યું અને વાતાવરણમાં ઠંકડ પ્રસરી તો અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો તો મોરબીના માળીયા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

ડાંગના સાપુતારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.. ટેબલ પોઈન્ટ ઉપર ઝીરો વિઝિબિલિટી થઈ જતા આગળનું બધુ જ દેખાવાનું બંધ થઈ ગયું છે.. ભારે વરસાદ અને વાદળોની ઘટામાં આખોય વિસ્તાર કેદ થઈ ગયો છે.. અહીં શનિ-રવિની રજામાં તો પ્રવાસીઓની ભીડ હતી જ પરંતુ આજે સોમવારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારામાં ઉમટ્યા છે.

 

 

Next Video