આગામી ચાર દિવસમાં ગરમી વધશે, રાજ્યના મોટાભાગનાં શહેરોમાં 40 ડિગ્રીએ પહોંચશે તાપમાન

|

Mar 15, 2021 | 9:49 AM

ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે હાલમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત હતી, પરંતુ હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો. કારણે કે આગામી 4 દિવસમાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાનું છે.

ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે હાલમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત હતી, પરંતુ હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો. કારણે કે આગામી 4 દિવસમાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાનું છે. અમદાવાદમાં ક્રમશ ગરમીનો પારો વધશે, તેમજ ગુરુવાર સુધી ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને 40 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

ઠંડા પવનોની અસરથી છેલ્લાં 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજયના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેને કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 37થી 38 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 38.8 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ શહેર બન્યું હતું. પરંતુ, આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ, વડોદરા અને અમરેલી સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો વધશે.

Next Video