ગુજરાતમાં શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ, રાજ્યમાં સતત વરસાદ વચ્ચે 45% વરસાદ નોંધાયો,હજુ 2 દિવસ રાજ્યભરમાં પડશે વરસાદ

|

Aug 05, 2020 | 11:08 AM

ગુજરાતમાં શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં 10 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. રામપરા, રોજીદ, ભીમનાથ, બેલા, કુંડળ, પોલારપુર, ટીંબલા અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરવાળા પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જતા દિવસે રાત જેવો […]

ગુજરાતમાં શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ, રાજ્યમાં સતત વરસાદ વચ્ચે 45% વરસાદ નોંધાયો,હજુ 2 દિવસ રાજ્યભરમાં પડશે વરસાદ
http://tv9gujarati.in/gujarat-ma-shrav…varsad-ni-aagahi/

Follow us on

ગુજરાતમાં શ્રાવણ મહિનામાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં 10 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. રામપરા, રોજીદ, ભીમનાથ, બેલા, કુંડળ, પોલારપુર, ટીંબલા અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરવાળા પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જતા દિવસે રાત જેવો માહોલ સર્જાયો હતો. બરવાળામાં વરસાદી માહોલને પગલે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. વાત રાજકોટના ઉપલેટાની તો સતત વરસાદ વરસતા મોજ નદીમાં નવા નીર આવ્યા છે. ભાયાવદર પંથકમાં ભારે વરસાદના કારણે મોજ નદીમાં નવા નીર આવ્યા છે જેથી ખાખી જાડિયાથી ગઢાળા તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો છે રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તાર ધોળકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોળકાના કૌકા, સિમેજ, ઈંગોલી સહિતના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો સાથે જ સરોડા, ચલોડા, ચંડીસર, કેલિયા વાસણા, બદરખા, આંબારેલી, વાલથેરા ગામોમાં ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જમાવવું રહ્યું કે આગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગઈકાલે વરસેલા વરસાદે રાજ્યમાં 2% વરસાદની ઘટ પુરી કરી છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 45% વરસાદ નોંધાઈ ચુક્યો છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Next Article