કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, ઘઉં,મકાઇ રાયડો,જીરુ વરીયાળી સહિત પપૈયા જેવા પાકને થયું નુકસાન

|

Mar 01, 2019 | 9:05 AM

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે મકાઈ, ઘઉં, વરીયાળી અને પપૈયા ના વાવેતર કરનારા ખેડૂતોને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે. ખેતીવાડી વિભાગે પણ અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં પાકમાં થયેલા નુકસાનીના અંદાજ મેળવવા માટે ના સર્વેના આદેશ આપ્યા છે શું થયું છે નુકસાન ?  […]

કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, ઘઉં,મકાઇ રાયડો,જીરુ વરીયાળી સહિત પપૈયા જેવા પાકને થયું નુકસાન

Follow us on

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે મકાઈ, ઘઉં, વરીયાળી અને પપૈયા ના વાવેતર કરનારા ખેડૂતોને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે. ખેતીવાડી વિભાગે પણ અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં પાકમાં થયેલા નુકસાનીના અંદાજ મેળવવા માટે ના સર્વેના આદેશ આપ્યા છે

શું થયું છે નુકસાન ? 

ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ,તલોદ અને ઇડર અરવલ્લી જિલ્લા ના માલપુર મેઘરજ મોડાસા ભિલોડા તાલુકા માં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. લગ્ન સરા ની સીઝન હોવાથી મંડપો પણ ભારે પવન ને કારણે ધરાશયી થયા હતા. ખાસ ખેતી માં ભારે નુકશાન થવા પામ્યું છે. સાબરકાંઠા જીલ્લામાં ઘઉં અને વરીયાળી તેમજ જીરુના પાકમાં મહદઅંશે નુકસાન વેઠવાની નોબત આવી છે. તો બીજી તરફ અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકા ના અણિયોર કંપા ગામે ખેડૂતો એ એક વર્ષ અગાઉ કરેલા પપૈયા ના વાવેતર ને ભારે નુકશાન થયું છે ગામ માં 25 થી વધુ વીઘા જમીન માં કરેલા તૈયાર થયેલ પપૈયા ના પાકનો સોથ વળી ગયો છે જેનો 25 લાખ થી વધુ નું નુકશાન થવાનો અંદાજો મનાય છે. 
વાવાઝોડા સ્વરુપ પવન ત્રાટકતા પપૈયા, ઘઉં,મકાઇ ના પાકને મોટું નુકસાન થયું છે. 15 મહિના ની માવજત કરી લાખો રૂપિયાનો ખર્ચો કરી પરંતુ આફત આવતા 15 લાખ થી વધુનુ નુકશાન થયું છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવા જેવો ઘાટ થયો છે
સાબરકાંઠા અને અરવલ્લી એમ બંને જીલ્લામાં ખેતીવાડી વિભાગ દ્રારા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે નુકશાનનો અંદાજ મેળવવા માટે સર્વે ના આદેશ તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પંચાયતી અધીકારીઓ અને કર્મચારીઓને આપ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં ૭૭ હજાર હેકટર વિસ્તારમાં ઘંઉનુ પાકનુ મબલક વાવેતર થયું હતુ અને તે ઉત્પાદન થવાની તૈયારી પર હતું. એટલે કે હવે પાક લણવાનો હતો એ સમયે જ વરસાદી માહોલ ઉભો થવાને લઇને હવે તેમાં ખાસ કરીને નુકશાની ખેડુતો એ વેઠવાની નોબત આવી છે. આ ઉપરાંત ૧૪૮૦ હેકટરમાં મકાઇ, ૭૭૭ હેકટર વિસ્તારમાં જીરુ, ૧૦૯૭ હેકટર વિસ્તારમાં રાયડો, ૧૭૭૧ હેકટર વિસ્તારમાં વરીયાળી નુ વાવેતર થયુ હતુ આમ આ તમામ પાકોમાં નુકશાની વેઠવાની સ્થિતી ખેડુતો એ આવી છે.
સાબરકાંઠાના ખેતીવાડી અધીકારી વી કે પટેલ કહે છે કે અમે આ માટે નુકસાની કેટલી થઇ હોઇ શકે છે તે માટે પાકના વાવેતર પ્રમાણે આંકડાકીય માહિતી એકત્ર કરવા માટે ની કામગીરી હાથ ધરી દીધી છે.  
[yop_poll id=”1895″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article