ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી,રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 40 ટકા વરસાદ વરસી ચૂક્યો,ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

|

Jul 27, 2020 | 8:07 AM

છેલ્લા 3 દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. ભારે વરસાદ વરસવાની કોઈ આગાહી નથી. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે. આ વખતે પણ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય […]

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી,રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 40 ટકા વરસાદ વરસી ચૂક્યો,ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા
http://tv9gujarati.in/gujarat-ma-aagam…em-sakriy-thashe/

Follow us on

છેલ્લા 3 દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. ભારે વરસાદ વરસવાની કોઈ આગાહી નથી. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે. આ વખતે પણ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દર્શાવાઈ રહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની ઘટ નથી પરંતુ ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઘટ છે જે ઓગસ્ટમાં પૂરી થઈ શકે છે જોકે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં સારો વરસાદ વરસ્યો છે.

Next Article