GUJARAT : મતદારોની સંખ્યામાં વધારો, નવા 14.80 લાખ મતદારો નોંધાયા

|

Jan 17, 2021 | 12:25 PM

GUJARAT : 1 જાન્યુઆરી 2021ની સ્થિતિએ કેન્દ્રિય ચૂંટણી પંચે હાથ ધરેલી મતદાર યાદી સુધારણા દરમિયાન રાજ્યમાં નવા 14.80 લાખ મતદારો નોંધાયા છે.

GUJARAT : રાજ્યમાં મતદારોની સંખ્યામાં વધારો થયો છે. 1 જાન્યુઆરી 2021ની સ્થિતિએ કેન્દ્રિય ચૂંટણી પંચે હાથ ધરેલી મતદાર યાદી સુધારણા દરમિયાન રાજ્યમાં નવા 14.80 લાખ મતદારો નોંધાયા છે. જેની સામે 3.92 લાખ મતદારોના નામ મૃત્યુ અથવા સ્થળાંતર સહિતના કારણોથી કમી થયા છે. જેથી મતદારોની સંખ્યામાં નેટ 10.88 લાખનો વધારો થયો છે. રાજ્યમાં 15 જાન્યુઆરી 2021ની સ્થિતિએ કુલ 4.72 કરોડ મતદારો મતદાર યાદીમાં નોંધાયેલા છે. કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા દરમિયાન 18-19 વર્ષની વયના 63 લાખ મતદારોના નામ નોંધવામાં આવ્યા છે. સુધારણા કાર્યક્રમ બાદ ચૂંટણી પંચ દ્વારા 15મી જાન્યુઆરીની સ્થિતિએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જે મુજબ મતદાર યાદીમાં 2.45 કરોડ પુરૂષ અને 2.27 કરોડ સ્ત્રી મતદારો જ્યારે ત્રીજી જાતિના 1314 મતદારોનો સમાવેશ થાય છે. મતદાર યાદીમાં પ્રથમ વખત નોંધાયેલા મતદારોને બુથ લેવલ ઓફિસર મારફતે વિનામૂલ્ય મતદાર ફોટો ઓળખકાર્ડ તેમના ઘરે પહોંચાડવામાં આવશે. જ્યારે સ્થળાંતરિત થયેલા અથવા વિગતોમાં સુધારો થયો હોય તેવા મતદારોનું ફોટો ઓળખકાર્ડ મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્ર ખાતેથી ફી ભરીને મેળવી શકાશે.

 

Next Video