ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

|

Nov 05, 2021 | 12:37 PM

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ જવાનોની કામગીરીના વખાણ કર્યા અને તેમના માટે પ્રાર્થના કરવા પણ લોકોને અપીલ કરી હતી

ગુજરાતના(Gujarat)ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)લોકોને નવા વર્ષની(New Year)શુભેચ્છા પાઠવી છે. તેમણે ગુજરાત સુરક્ષિત(Safe)રહે તેવી પ્રાર્થના કરી અને સાથે જ તેમણે પોલીસ જવાનોની(Police javan)કામગીરીના વખાણ કર્યા અને તેમના માટે પ્રાર્થના કરવા પણ લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે- લોકો સુરક્ષિત રીતે તહેવાર મનાવી શકે તે માટે પોલીસના જવાનો તહેવારોમાં પણ ફરજ અદા કરી રહ્યા છે.

ગુજરાતમાં આજે નવા વર્ષની હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં લોકો પોતાના નવા વર્ષની શરૂઆત મંદિરમાં ભગવાનના દર્શન અને પૂજા કરીને કરી રહ્યા છે.જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓએ નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં ભગવાનના દર્શન અને પૂજા દ્વારા કર્યો હતો.

સુરતમાં(Surat) નવા વર્ષ ને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના મોટા અંબાજી મંદિરમાં(Ambaji Temple) લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં વહેલી સવાર થી લોકો મંદિર માં દર્શન કરવા આવી રહ્યા છે. તેમજ લોકો પરિવાર સાથે દર્શન કરી નવ વર્ષની શરૂઆત કરી રહ્યા છે.તેમજ લોકોમાં કોરોના બાદ આ વર્ષે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ અમદાવાદીઓએ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો. નવા વર્ષની સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે નવું વર્ષ સૌના માટે આરોગ્યપ્રદ અને ફળદાયી નીવડે અને કોરોનાથી દુનિયાને મુક્તિ મળે.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો : આજથી વિક્રમ સંવત 2078 નો પ્રારંભ, નવા વર્ષને આવકારવા ગુજરાતીઓમાં ઉત્સાહ

Next Video