Gujarat Highcourt News: કોરોના સુઓમોટો મુદ્દે આજે સુનાવણી, રાજ્ય સરકારે 56 પાનાનું સોગંદનામું રજુ કર્યું

|

May 11, 2021 | 7:58 AM

Gujarat Highcourt News: કોરોના સુઓમોટો મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે, સુનાવણી પહેલા રાજ્ય સરકારે  56 પેજનું સોગદનામું રજુ કર્યું છે. રાજ્ય સરકારે RTPCRના નવા મશીનમાં વધારો કર્યો હોવાનો દાવો કર્યો છે.

Gujarat Highcourt News: કોરોના સુઓમોટો મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે, સુનાવણી પહેલા રાજ્ય સરકારે  56 પેજનું સોગદનામું રજુ કર્યું છે. રાજ્ય સરકારે RTPCRના નવા મશીનમાં વધારો કર્યો હોવાનો દાવો કર્યો છે. રાજ્યની 21 યુનિવર્સિટીમાંથી 9 યુનિવર્સિટીમાં RTPCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો પણ દાવો કર્યો.

રેમડેસિવિર ઇન્જેક્શન પર રાજ્ય સરકારને એક દિવસના 16 હજાર 115 ઇન્જેકશન કેન્દ્ર સરકાર આપશે તો અમદાવાદમાં એપ્રિલ મહિનામાં 2 લાખ 34 હજાર રેમડેસિવિરની માગ સામે 1 લાખ 83 હજાર 257 ઇન્જેક્શન આપ્યાનો ઉલ્લેખ સોગંદનામામાં કરાયો છે.

રાજ્ય સરકારે હોસ્પિટલના બેડમાં 1 લાખ 7 હજાર 702 બેડનો વધારો ક્યો.  2 હજાર 547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ છે. 60 હજાર 176 ઓક્સિજન બેડ, 13 હજાર 875 આઇસીયુ બેડ, 6 હજાર 562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ હોવાનું સરકારે જણાવ્યું. ગામડામાં સંક્રમણ અટકવવા રાજ્ય સરકારે વિશેષ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું.

આ કાર્યક્રમ હેઠળ દરેક ગામડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ઓક્સિમીટર, થર્મલ ટેમ્પરેચર ગન, મેડિસિન કીટ, પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પૂરી પડવામાં આવે છે. આ કાર્યક્રમમાં હેઠળ 8 હજાર 773 દર્દીને દાખલ કરી સારવાર આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. ગ્રામ્ય સ્તરે પણ RTPCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેશે તેવો પણ સરકારે દાવો કર્યો છે.

 

 

રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટમાં 56 પેજનું સોગંદનામું 

રાજ્ય સરકારએ RTPCRના નવા મશીનમાં વધારો કર્યો હોવાનો દાવો
રાજ્યની 21 યુનિવર્સિટીમાંથી 9 યુનિવર્સિટીમાં RTPCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો દાવો
રેમડેસિવિર ઇન્જેક્શન પર રાજ્ય સરકારને એક દિવસના 16 હજાર 115 ઇન્જેકશન કેન્દ્ર સરકાર આપશે
અમદાવાદમાં એપ્રિલ મહિનામાં 2 લાખ 34 હજાર રેમડેસિવિરની માંગ સામે 1 લાખ 83 હજાર 257 ઇન્જેક્શન આપ્યાનો ઉલ્લેખ
રાજ્ય સરકારે હોસ્પિટલના બેડમાં 1 લાખ 7 હજાર 702 બેડ કર્યો વધારો
2 હજાર 547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો
2 હજાર 547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ
60 હજાર 176 ઓક્સિજન બેડ, 13 હજાર 875 આઇસીયુ બેડ, 6 હજાર 562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ
ગામડામાં સંક્રમણ અટકવવા રાજ્ય સરકારે વિશેષ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું હોવાનો ઉલ્લેખ
આ કાર્યક્રમ હેઠળ દરેક ગામડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ઓક્સિમીટર, થર્મલ ટેમ્પરેચર ગન, મેડિસિન કીટ, પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પૂરી પડવામાં આવે છે
આ કાર્યક્રમમાં હેઠળ 8 હજાર 773 દર્દીને દાખલ કરી સારવાર આપવામાં આવ્યા હોવાનો દાવો
અગાઉ રાજ્ય સરકારે ધન્વંતરી હોસ્પિટલમાં દાખલ કરવાના હુકમો રદ કર્યાનો ઉલ્લેખ
103 લેબોરેટરી સમગ્ર રાજ્યમાં હોવાનો ઉલ્લેખ
ગ્રામ્ય સ્તરે પણ RTPCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો હોવાનો ઉલ્લેખ
રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેશે તેવો સરકારનો દાવો
રાજ્ય સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ કરી રહી હોવાનો દાવો

Published On - 7:51 am, Tue, 11 May 21

Next Video