ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો રીટ, ગુજરાત સરકારે રજુ કર્યુ 61 પાનાનું સોગંદનામુ

|

Apr 15, 2021 | 7:56 AM

હાઇકોર્ટના નિર્દેશ બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી સંદર્ભે લેવાયેલા પગલાં અંગેની વિગતો સોગંદનામામાં રજૂ કરાઈ છે.

ગુજરાત હાઈકોર્ટે ( Gujarat High Court ) ગત સોમવારને 12 એપ્રિલના રોજ કોરોનાની અતી ગંભીર પરીસ્થિતી અંગે સુઓમોટો રીટની ( Suomoto Writ ) સુનાવણી દરમિયાન કરેલા વેધક સવાલ અંગે, ગુજરાત સરકારે 61 પાનાનું સોગંદનામુ (  affidavit ) હાઈકોર્ટમાં રજુ કર્યુ છે.
આ સોગંદનામામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રીટમાં કોરોનાની સ્થિતી, રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન, RT PCR ટેસ્ટ વગેરે મુદ્દે ગંભીર ટકોર કરવા સાથે કેટલાક વેધક સવાલો પુછ્યા હતા. આ તમામ સવાલોના જવાબ સોગંદનામા થકી ગુજરાત સરકારે આપ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલા કરાયું 61 પાનાના સોગંદનામામાં, હાઇકોર્ટના નિર્દેશ બાદ લેવાયેલા પગલાં અંગે વિગતો રજૂ કરાઈ છે. હાઇકોર્ટના તેમજ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા સુચવાયેલા સુચનોને પણ ધ્યાને લેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે લેવાઈ રહેલા આરોગ્યલક્ષી પગલાં બાબતે પણ માહિતી અપાઈ છે. તો રેમડેસિવિર ઇન્જેક્શનની માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઓક્સિજનની વ્યવસ્થા, આર.ટી.પી.સી.આર. ટેસ્ટમાં લાગતા સમય અંગે, સમય ઘટાડવા બાબતે થઈ રહેલા પ્રયાસ અંગેની બાબતો આ સોગંદનામામાં રજૂ કરાઈ છે.

 

Next Video