Gujarat : રાજ્યમાં અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

|

Jun 20, 2021 | 4:03 PM

Gujarat : ગુજરાતમાં મેઘરાજાની(rain) એન્ટ્રી થઇ છે. રાજ્યના મોટાભાગમાં વરસાદ વરસી રહ્યો છે. શનિવારથી જ મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

Gujarat : ગુજરાતમાં મેઘરાજાની(rain)  એન્ટ્રી થઇ છે. રાજ્યના મોટાભાગમાં વરસાદ વરસી રહ્યો છે. શનિવારથી જ મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, ખેડા જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં અડધા કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજકોટના મધ્ય ઝોનમાં 1 ઈંચ, પશ્ચિમ ઝોનમાં 1.5 ઈંચ વરસાદ પૂર્વ ઝોનમાં પણ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ખેડા
ખેડા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. કપડવંજ વિસ્તારમાં મેઘ મહેર શરૂ થઇ છે. સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. માતર વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. માતર વિસ્તારમાં મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

 

પંચમહાલ
જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઘોઘંબા સહિત તાલુકાના મોટા ભાગના ગામોમાં વરસાદ વરસ્યો છે.વરસાદને લઈને ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી પર આધાર રાખી ખેતી કરતા ઘોઘંબા પંથકના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

 

અમદાવાદ ગ્રામ્ય
જિલ્લાના વિરમગામ અને માંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વિરમગામ શહેર સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારો વરસાદ વરસ્યો છે. માંડલ પંથકમાં સવારથી વરસાદ જ ચાલુ છે. વિરમગામ શહેરમા વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા વાછરડાનુ મોત , પાર્ક કરેલી કારને નુકશાન થયું છે.

સાબરકાંઠા

રાજસ્થાન સરહદી વિસ્તાર અને વિજયનગરમાં વરસાદને લઈ નવા નીર વહ્યા છે. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં આવ્યા નવા નીર વહ્યા છે. સિઝનમાં પહેલા વરસાદમાં નદી બે કાંઠે થઈ વહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં નહીં જવા અપીલ કરાઈ છે.

બાબરા
બાબરા તેમજ પંથકના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. પંથકનાં દરેડ, ખાખરીયા, ચમારડી, વાવડી, ઈંગોરાલા સહિતનાં ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો છે.

Next Video