ઓમિક્રૉન વેરિઅન્ટે વધારી ચિંતા, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન ‘ભારતમાં ઓમિક્રૉન નહીં આવે’

|

Nov 28, 2021 | 11:45 PM

Gujarat: ઓમિક્રૉન વેરિઅન્ટને લઈને વિશ્વમાં ચિંતા વધી ગઈ છે. ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે દેશમાં ઓમિક્રૉન વેરિઅન્ટ આવવાની શક્યતા નહિંવત.

Gujarat: ઓમિક્રૉન વેરિઅન્ટને લઈને વિશ્વમાં ચિંતા વધી ગઈ છે. ત્યારે ભારત અને ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રૉનની નહીં થાય અસર. તેવો દાવો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Rushikesh Patel) દ્વારા કરવામાં આવ્યો છે. તેમને કહ્યું છે કે દેશમાં ઓમિક્રૉન વેરિઅન્ટ આવવાની શક્યતા નહિંવત. ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે ભારતમાં ઓમિક્રૉન વેરિઅન્ટ આવવાની શક્યતા ઓછી છે.

તો તમને એ પણ જણાવી દઈએ કે મંત્રીએ આ વેરિઅન્ટને લઈને સરકારની તૈયારીઓ પણ બતાવી છે. તેમણે કહ્યું કે નવા વેરિઅન્ટને ધ્યાને રાખી ગુજરાત સરકારે અઢી ગણી વધુ તૈયારી કરી લીધી છે. બહારથી આવતી તમામ ફલાઇટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો અધિકારીઓ દરેક બાબતે ચકાસણી કરી રહ્યાં છે.

નવા ઓમિક્રૉન વેરિઅન્ટ પર આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, આફ્રિકન સહિત બીજા દેશોમાં નવો વાયરસ દેખાયો છે. તો WHO દ્વારા તેના 30 વેરિઅન્ટ મુદ્દે રિસર્ચ ચાલુ છે. તો મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતમાં ઓમિક્રૉન વેરિઅન્ટ આવવાની શક્યતા ઓછી છે. ત્યારે બહારથી આવતી તમામ ફલાઇટો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં બેથી અઢી ગણી વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે.

 

આ પણ વાંચો: Kheda: પાણી સિવાયની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે આ ગામમાં, જાણો ડિજિટલ ડુમરાલ વિશે

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રોને લઈને AMA ના જોઇન્ટ સેક્રેટરીએ આપી ચેતવણી, જાણો શું કહ્યું

Next Video