ગુજરાત સરકારની સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ કર્મીઓ માટે મોટી જાહેરાત, જાણો વિગતે

|

Aug 14, 2022 | 7:03 PM

ગુજરાત સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ કર્મીઓ માટે મોટી જાહેરાત કરી છે.રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે કુલ 550 કરોડના પેકેજની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી પેકેજનું એલાન કર્યું છે.

ગુજરાત સરકારની સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ કર્મીઓ માટે મોટી જાહેરાત, જાણો વિગતે
Gujarat CM Bhupendra Patel

Follow us on

દેશના 75મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના(Gujarat)  તમામ પોલીસ(Police)  કર્મચારીઓને રાજ્ય સરકારે સૌથી મોટી ભેટ આપી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ગ્રેડ પે મામલે વચગાળાના પેકેજની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે કુલ 550 કરોડના પેકેજની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  ટ્વીટ કરી પેકેજનું એલાન કર્યું છે.પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)  પર ગુજરાત સરકારે સૌથી મોટો વચગાળાનો નિર્ણય કર્યો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોને સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક 550 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરું છું.

મહત્વપૂર્ણ છે કે ગ્રેડ પે મામલે સરકારે નિમેલી કમિટીએ જ્યાં સુધી ગ્રેડ પે ન થાય ત્યાં સુધી વચગાળાનું પેકેજ જાહેર કરવાની ભલામણ કરી હતી. આ ભલામણને સરકારે ગ્રાહ્ય રાખી પોલીસ વિભાગ માટે પેકેજ જાહેર કર્યું છે. પોલીસ ગ્રેડ પે પર ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે.

 

કોના પગારમાં કેટલો વધારો ?

  1.  LRDના વાર્ષિક પગારમાં 96,150 રૂપિયાનો વધારો
  2.  LRDના માસિક પગારમાં 8012 રૂપિયાનો વધારો
  3. પોલીસ કોન્સ્ટેબલનો 52,740 વાર્ષિક પગાર વધ્યો
  4. પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધશે
  5. હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો
  6. હેડ કોન્સ્ટેબલના માસિક પગારમાં 4895 રૂપિયાનો વધારો
  7. ASIના પગારમાં 64,740 રૂપિયાનો વધારો
  8. હવે, ASIના માસિક પગારમાં 5395 રૂપિયાનો વધારો

(With Input, Kinjal Mishra, Gandhinagar ) 

Published On - 6:35 pm, Sun, 14 August 22

Next Article