દિવાળી પહેલા પ્રજાને વધુ એક ડામ: CNG – PNG ના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે ભાવમાં કર્યો વધારો

|

Nov 02, 2021 | 10:37 AM

અદાણી અને ગુજરાત ગેસ વચ્ચેની ભાવ વધારાની સ્પર્ધાના કારણે દિવાળી જેવા તહેવાર પર હોળી સર્જાઈ છે. અદાણી પછી હવે ગુજરાત ગેસે સીએનજીમાં રૂ. પ નો અને પીએનજીમાં રૂ.૨.૫૦નો વધારો કર્યો છે.

મોંઘવારીથી લોકો પહેલેથી જ ત્રસ્ત છે, ત્યાં અદાણી અને ગુજરાત ગેસ વચ્ચેની ભાવ વધારાની સ્પર્ધાના કારણે દિવાળી જેવા તહેવાર પર હોળી સર્જાઈ છે. અદાણી પછી હવે ગુજરાત ગેસે સીએનજીમાં રૂ. પ નો અને પીએનજીમાં રૂ.૨.૫૦નો વધારો કર્યો છે. જેથી દિવાળીના સમયે વધુ એકવાર ભાવ વધારો થતા જનતાને વધુ એકવાર માર પડ્યો છે.

સીએનજીમાં રૂ.૫નો વધારો થતા નવો ભાવ રૂ.૬૫.૭૪ પ્રતિ કિલો થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં રૂ.૨.૫૦નો વધારો કરતા રૂ.૨૯.૫૯ એસસીએમ થયો છે. જેમાં ૧૫ ટકા વેટ તો અલગ ચુકવવાનો તો રહેશે જ. ત્યારે અદાણી ગેસ ચૂપચાપ વધારો ઝીકી દેતા લોકોમાં રોષ ભભુક્યો છે.

એક તરફ પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધ્યા છે. આ દરેકની અસર ટ્રાન્સપોર્ટ પર પડી છે. ભાવ વધતા ટ્રાન્સપોર્ટ મોંઘુ બન્યું છે. અને જેના કારણે દરેક વસ્તુમાં મોંઘવારી જોવા મળી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે નિષ્ક્રિય છે. મધ્યમ અને ગરીબ વર્ગની સ્થિતિ હાલ ખુબ દયનીય છે.

 

આ પણ વાંચો: Mumbai Drugs Case: નવાબ મલિકે ફડણવીસ પર સાધ્યું નિશાન, કહ્યું કે સાબિત કરો કે મારા અંડરવર્લ્ડ સાથે સંબંધો છે તો વાનખેડેને લઈને કહી દીધી આ વાત

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવન હેડ સામે કથિત દુષ્કર્મનો કેસઃ પીડિતાએ આંતરિક ફરિયાદ સમિતિમાં કરી અરજી

Published On - 10:29 am, Tue, 2 November 21

Next Video