Gujarat Corona Update : ગુજરાતમાં કોરોનાના 12,995 દર્દી સાજા થયા ને 12955 નવા દર્દી નોંધાયા

|

May 05, 2021 | 10:05 PM

રાજ્યમાં આજે 5 મે ના રોજ કોરોનાના નવા 12,955 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 133 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે.

Gujarat Corona Update : રાજયમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સાંખ્યામાાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આજે 12 હજારથી પણ વધુ દદીઓએ કોરોનાને મ્હાત આપી છે.

12,955 નવા કેસ, 133 મૃત્યુ
રાજ્યમાં આજે 5 મે ના રોજ કોરોનાના નવા 12,955 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 133 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,33,427 થઇ છે અને મૃત્યુઆંક 7,912 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

અમદાવાદ : શહેરમાં 22, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 8, જિલ્લામાં 5 મૃત્યુ
વડોદરા : શહેરમાં 8, જિલ્લામાં 5 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 10, જિલ્લામાં 6 મૃત્યુ
જામનગર : શહેરમાં 9, જિલ્લામાં 5 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 3, જિલ્લામાં 5 મૃત્યુ

અમદાવાદમાં 4174 કેસ, સુરતમાં 1168 કેસ
રાજ્યમાં આજે 5 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 4174, સુરતમાં 1168, રાજકોટમાં 391, વડોદરામાં 722, જામનગરમાં 398 અને ભાવનગરમાં 307 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત મહેસાણા જિલ્લામાં 525 નવા કેસો નોંધાયા છે.

12,995 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રાજ્યમાં 4 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 12,995 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,77,391 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 75.37 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ 1,48,124 એક્ટીવ કેસ છે, જેમાં 792 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,47,323 દર્દીઓની સારવાર ચાલી રહી છે. (Gujarat Corona Update)

Published On - 9:05 pm, Wed, 5 May 21

Next Video