Gujarat Corona Update : રાજ્યમાં કોરોના સૌથી 2360 નવા કેસ, 2004 લોકો સાજા થયા

|

Mar 31, 2021 | 8:28 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાથી 9 દર્દીઓના મૃત્યુ થયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના સૌથી 2360 નવા કેસ,  2004 લોકો સાજા થયા
Gujarat Corona Update

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252 અને 30 માર્ચે 2220નવા કેસ સામે આવ્યાં હતા. જયારે આજે 31 માર્ચે 2300થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.

2360 નવા કેસ, 9 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 31માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2360 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 9 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ અને સુરતમાં ત્રણ-ત્રણ અને ખેડા, મહીસાગર અને વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,07,698 થઇ છે તેમજ મૃત્યુઆંક વધીને 4519 થયો છે.

અમદાવાદમાં 611 અને સુરતમાં 602 કેસ
રાજ્યમાં નોધાયેલા કોરોનાના નાવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 611, સુરતમાં 602, વડોદરામાં 290 અને રાજકોટમાં 172 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં નવા નોધાયેલા કેસોમાં 55 ટકા જેટલા કેસો માત્ર આમદાવાદ અને સુરતમાંથી જ છે.

એક્ટીવ કેસ વધીને 12,610 થયા
રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં હાલ 12,610 એક્ટીવ કેસો છે, જેમાં 152 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,458 લોકોની સારવાર ચાલી રહી છે.

2004 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 31 માર્ચના દિવસે કોરોનાથી મુક્ત થઈને સજા થયેલા દર્દીઓનો આંકડો 2000 ને પાર થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2004 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,90,569 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 94.43 ટકા થયો છે.

આજે કુલ 2,21,695 લોકોને રસી અપાઈ
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 31 માર્ચે કુલ 2,21,695 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 49,45,649 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 6,65,395 વ્યકિતઓને કોરોનાનો રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 56,11,044 લોકોને રસી અપાઈ છે.

આ પણ વાંચો : કોરોના રસીકરણમાં ભારતનો નવો રેકોર્ડ,અત્યાર સુધી 6.30 કરોડ લોકોને અપાઈ રસી

આ પણ વાંચો : ચિંતાજનક: કોરોના બન્યો ‘સાયલન્ટ કિલર’, મુંબઇના 91 હજાર દર્દીઓમાંથી 74 હજારમાં નથી કોઈ લક્ષણો

Next Video