Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1561 નવા કેસ, 22 મૃત્યુ, 1,96,793 લોકોનું રસીકરણ

|

Jun 01, 2021 | 8:13 PM

Gujarat Corona Update : રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં આજે 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1561 નવા કેસ, 22 મૃત્યુ, 1,96,793 લોકોનું રસીકરણ
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 1 મે ના રોજ 2 હજારથી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 4869 દર્દીઓ સાજા થયા છે. કોરોના વિરૂદ્ધની લડાઈમાં આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ગઈકાલે 31 મે ના રોજ ગુજરાતમાં દૈનિક રસીકરણનો આંકડો 2 લાખને પાર થયો હતો અને આજે 1 જૂનના રોજ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

1561 નવા કેસ, 22 મૃત્યુ
રાજ્યમાં આજે 1 જૂનના રોજ કોરોનાના નવા 1561 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 22 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,10,730 થઇ છે અને મૃત્યુઆંક 9855 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

અમદાવાદ : શહેરમાં 5, જિલ્લામાં 6 મૃત્યુ
સુરત : શહેરમાં 2, જિલ્લામાં 1 મૃત્યુ
વડોદરા : શહેરમાં 2, જિલ્લામાં 1 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
જામનગર : શહેરમાં 2, જિલ્લામાં 0 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 6 મૃત્યુ

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

અમદાવાદમાં 256, સુરત-વડોદરામાં 172 નવા કેસ
રાજ્યમાં આજે 1 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 256, વડોદરા અને સુરતમાં 172, રાજકોટમાં 86, જામનગરમાં 41, જુનાગઢમાં 22 અને ભાવનગરમાં કોરોનાના 13 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

4869 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 1 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 4863 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,71,860 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 95.21 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 29,015 થયા છે, જેમાં 472 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 28,543 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે  2 લાખ નજીક દૈનિક રસીકરણ
ગઈકાલે 31 મે ના રોજ ગુજરાતમાં દૈનિક રસીકરણનો આંકડો 2 લાખને પાર થયો હતો અને આજે 1 જૂનના રોજ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રસીકરણ અભિયાનમાં છેલ્લા પાંચ દિવસના આ આંકડાઓ સીમાચિહ્નરૂપ છે. આજે થયેલા રસીકરણની વિગતો જોઈએ તો આજે કુલ 1,96,793 લોકોનું રસીકરણ થયું છે, જેમાં

1) 4480 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 5489 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 48,206 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 28,413 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,10,205 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : Fact Check : શું સરકાર 10 કરોડ લોકોને FREE INTERNET આપવા જઈ રહી છે? જાણો આ દાવામાં સાચું શું છે

Next Article