ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 29 કેસ નોંધાયા, 63 દર્દીઓ સાજા થયા

|

Mar 15, 2022 | 8:43 PM

ગુજરાતમાં હાલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 492 છે . જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 486 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાના લીધે અત્યાર સુધી 19939 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 29 કેસ નોંધાયા, 63 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવા તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયના કોરોનાના કેસના સતત ઘટાડો જોવા મળી રહ્યો છે . જેમાં 15 માર્ચના રોજ કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમાં આજે  રાજય ભરમાં 63 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયન આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે અત્યાર સુધી 12,12,250 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે . તેમજ રાજયમાં કોરોના રિકવરી રેટ 99. 07 ટકા થયો છે.ગુજરાતમાં કોરોનાના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 14, વડોદરામાં 04, બનાસકાંઠામાં 02, સુરતમાં 02, આણંદમાં 01, દાહોદમાં 01, ગાંધીનગરમાં 01, કચ્છમાં 01, સાબરકાંઠામાં 01, સુરત ગ્રામીણમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને બાકીના જિલ્લા અને શહેરોમાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી.ગુજરાતમાં હાલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 492 છે . જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 486 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાના લીધે અત્યાર સુધી 19939 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી અપાશે

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત બુધવાર 16 મી માર્ચ 2022 થી ગુજરાતમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી સવારે 9 કલાકે આ રાજ્યવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આવતીકાલથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છેરાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 12 થી 14 વર્ષની વય જૂથના અંદાજે 23  લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આ પણ  વાંચો : Gandhinagar : કોંગ્રેસના અમદાવાદના બે ધારાસભ્યોએ હિજાબ અંગેના કર્ણાટકના હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો

આ પણ  વાંચો : ગુજરાત વિધાનસભા ગૃહમાં વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું

Published On - 8:17 pm, Tue, 15 March 22

Next Article