Breaking News: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 372 કેસ નોંધાયા, એકટિવ કેસ 2294એ પહોંચ્યા

|

Apr 01, 2023 | 7:21 PM

ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર,  હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે

Breaking News: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 372 કેસ નોંધાયા, એકટિવ કેસ 2294એ પહોંચ્યા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 01 એપ્રિલના રોજ કોરોનાના નવા 372 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2294એ પહોંચી છે.અમદાવાદ જિલ્લામાં 03, અમદાવાદમાં 125 , અમરેલીમાં 08, આણંદમાં 07, બનાસકાંઠામાં 14, ભરૂચમાં 14, બોટાદમાં 01, ભાવનગરમાં 06, ગાંધીનગર જિલ્લામાં 05, ગાંધીનગરમાં 03,જામનગરમાં 05, ખેડામાં 02, કચ્છમાં 08, મહેસાણામાં 27, મોરબીમાં 29, પાટણમાં 05, પોરબંદરમાં 02, રાજકોટમાં જિલ્લામાં 09, રાજકોટમાં 10, સાબરકાંઠામાં 06, સુરતમાં જિલ્લામાં 05, સુરતમાં 30, સુરેન્દ્રનગરમાં 06, વડોદરામાં 23 , વડોદરા જિલ્લામાં 11 અને વલસાડમાં 05 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.96 ટકા છે. જ્યારે કોરોનાથી 388  દર્દી સાજા થયા છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર

ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર,  હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.

બેઠકમાં થઇ વધતા કોરોના કેસ અંગે ચર્ચા

ગઇકાલે ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વધતા કેસના પગલે કેટલાક પગલા લેવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે જ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠક પછી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો આવતા રહે છે. અહીં ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી મુસાફરો વધુ આવતા હોય છે. ત્યારે આ છ દેશના મુસાફરો માટે આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ છ દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ બતાવાના રહેશે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જે પછી જ આ છ દેશના મુસાફરો ગુજરાતમાં પ્રવાસ કરી શકશે અને ગુજરાતમાં રોકાઇ શકશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:02 pm, Sat, 1 April 23

Next Article