Gujarat Corona latest Breaking: મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, ગુજરાતમાં કોઈ લોકડાઉન લાગવાનું નથી, અન્ય રાજ્યમાં આપણા કરતા વધારે કેસ

|

Mar 20, 2021 | 10:30 AM

Gujarat Corona latest Breaking: ગુજરાતમાં સતત વધી રેહલા કોરોના કેસ વચ્ચે રાજ્યમાં લોકડાઉન ફરી લાગવાની વહેતી થયેલી વાત પર રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂર્ણવિરામ મુકી દીધુ છે. તેમણે આજે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન થવાનું નથી કે દિવસે કોઈ કરફ્યૂ લાગુ કરવાની યોજના નથી.

Gujarat Corona latest Breaking: ગુજરાતમાં સતત વધી રેહલા કોરોના કેસ વચ્ચે રાજ્યમાં લોકડાઉન ફરી લાગવાની વહેતી થયેલી વાત પર રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂર્ણવિરામ મુકી દીધુ છે. તેમણે આજે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન થવાનું નથી કે દિવસે કોઈ કરફ્યૂ લાગુ કરવાની યોજના નથી. જે પ્રકારે સરકારે આગળ ગાઈડલાઈન બહાર પાડી છે તે મુજબ “શનિવાર અને રવિવારે મૉલ-થિયેટર્સ બંધ રહેશે” તેમણે લોકોને જમાવ્યું હતું કે “ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવી જરૂરી”
માસ્ક અને રસી માત્ર કોરોનાનો ઉપાય છે અને તેમણે એ પણ જણાવ્યું કે ગુજરાત બહારથી આવતા લોકોનું સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. ભાજપનાં કાર્યકરો અને નેતાઓ દ્વારા જે રીતે સરેઆમ માસ્ક ન પહેરવું કે સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરાઈ રહ્યો છે તેને લઈ ને પણ તેમણે આડકતરી રીતે ખુલાસો કર્યો હતો કે ભાજપ દ્વારા પણ તમામ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે. અત્યારે જે કેસ આવે છે તેના કરતા પાંચ ગણા બેડની વ્યવસ્થાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

 

 

Next Video