ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 29 માર્ચના રોજ કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2136એ પહોંચી છે.અમદાવાદમાં 141, સુરતમાં 30, રાજકોટમાં 29, મોરબીમાં 22, વડોદરા જિલ્લામાં 22, વડોદરામાં 21, મહેસાણામાં 16, સુરત જિલ્લામાં 15, અમરેલીમાં 14, રાજકોટ જિલ્લામાં 13, કચ્છમાં 09, બનાસકાંઠામાં 08, આણંદમાં 07, ગાંધીનગર જિલ્લામાં 07, ગાંધીનગર કોર્પોરેશનમાં 05,સાબરકાંઠામાં 05, વલસાડમાં 05, જામનગર જિલ્લામાં 04, પોરબંદરમાં 04, સુરેન્દ્રનગરમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, ભરૂચમાં 03, છોટા ઉદેપુરમાં 03,પાટણમાં 03, જામનગરમાં 02, નવસારીમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01,મહીસાગરમાં 01 અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 241 દર્દી સાજા થયા છે.
ગુજરાત કોરોના અપડેટ ,કોરોનાના નવા 401 કેસ #Gujarat #Corona #Covid19 #Coronaupdate pic.twitter.com/Ir4tzRdBUv
— Tv9 Gujarati (@tv9gujarati) March 29, 2023
આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:44 pm, Wed, 29 March 23