Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનો સપાટો, એક જ દિવસમાં 329 કેસ અને 9નાં મોતથી આરોગ્ય વિભાગમાં સન્નાટો

|

Mar 27, 2021 | 12:07 PM

Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખ પર પહોંચવામાં આવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે.

Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં ધરખમ વધારો થયો છે તો સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 329 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે 9 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખ પર પહોંચવામાં આવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે.

 

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટમાં 164 નોંધાયા છે. તો જામનગરમાં 47 કેસ નોંધાયા છે. અમરેલીમાં 20 કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે તો મોરબીમાં કોરોનાના 19 કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા સૌરાષ્ટ્રમાં વધુ 2.20 લાખ વેક્સીનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોરોના સામેની મહામારીમાં રસીકરણ ઝુંબેશ ઝડપી બનાવવા સરકારએ આદેશ આપ્યો છે. જેમાં રાજકોટને 42 હજાર ડોઝ , જામનગરને 18 હજાર, પોરબંદરને 6 હજાર, મોરબીને 26 હજાર ડોઝ અને દ્વારકાને 20 હજાર ડોઝ રસી ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona ના સામે આવેલા આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 613 , સુરતમાં 745, વડોદરામાં 187, રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 40, જામનગરમાં 47, ગાંધીનગરમાં 40 કેસ,જૂનાગઢમાં 9, પાટણમાં 45, મહિસાગરમાં 25, નર્મદામાં 25, દાહોદમાં 20, કચ્છમાં 20, ખેડા, મહેસાણા-19, સુરેન્દ્રનગરમાં 17, આણંદમાં 15, સાબરકાંઠામાં 15, ભરૂચમાં 13 , પંચમહાલમાં 13-અને નવસારીમાં 12 કેસ નોંધાયા છે.ગુજરાતમાં હાલ કોરોનાના 10,134 એક્ટિવ કેસ છે. જેમાંથી 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમજ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4479 લોકોનાં મોત થયા છે.  જેમાં રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યાએ 2000નો આંક પાર કરી લીધો છે. જેમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 2190 કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે.

15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1961 એ પહોંચ્યા છે. આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે.

Next Video