Gujarat Corona Cases Update: મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર થઈને દાહોદમાં પ્રવેશતા પ્રવાસીઓ માટો કોરોના ચેકીંગ ફરજીયાત બનાવાયું

|

Mar 19, 2021 | 10:28 AM

Gujarat Corona Cases Update: કોરોનાને નાથવા, દાહોદ જિલ્લામાં વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા દોહાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ ખંગેલા, ચાંકલીયા અને ગરબાડા સહિતની બોર્ડર ચેકિંગ વધારી દીધું છે.

Gujarat Corona Cases Update: કોરોનાને નાથવા, દાહોદ જિલ્લામાં વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા દોહાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ ખંગેલા, ચાંકલીયા અને ગરબાડા સહિતની બોર્ડર ચેકિંગ વધારી દીધું છે. હોળી અને ધૂળેટીનો પર્વ મનાવવા મોટી સંખ્યામાં લોકો રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ દોટ મુકે છે જેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે પણ કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા નિર્દેશ કર્યા છે જેના ભાગરૂપે હાઈવે અને બોર્ડર ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં જે પ્રકારે સતત કેસ વધી રહ્યા છે તે સામે સરકાર આક્રમક રીતે હવે તેમે ડામવા માટે મહેનત કરી રહી છે અને એટલા માટે જ ઠેર ઠેર કોરોના ચેકીંગ માટેની શરૂઆત કરી દેવામાં આવી છે.

દાહોદ અને તેને અડીને આવેલી મધ્યપ્રદેશ- રાજસ્થાન બોર્ડરથી આવતા પ્રવાસીઓ માટે બોર્ડર પર જ કોરોના ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને ટીમ પણ મુકી દેવામાં આવી છે કે જે કોઈને પણ ચેકીંગ વગર પ્રવેશ ન આપે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા દોહાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ ખંગેલા, ચાંકલીયા અને ગરબાડા સહિતની બોર્ડર ચેકિંગ વધારી દીધું છે. હોળી અને ધૂળેટીનો પર્વ મનાવવા મોટી સંખ્યામાં લોકો રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ દોટ મુકે છે જેને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે પણ કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા નિર્દેશ કર્યા છે.

 

Next Video