GUJARAT : મુખ્યપ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય, હોટેલ-રેસ્ટોરેન્ટ-રિસોર્ટ સહિતના એકમોને આપી રાહત

|

Jun 07, 2021 | 8:02 PM

GUJARAT : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

GUJARAT : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી, ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજબીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રી એ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

 

ગુજરાત રાજ્યમાં હોટલ ઉદ્યોગને કોરોનાકાળમાં નુકસાન

ગુજરાતમાં અંદાજે 50,000 હોટલ-રેસ્ટોરન્ટ કાર્યરત હોવાનું કહેવાય છે. ગુજરાતનો હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સીધી અને આડકતરી રીતે 10થી 12 લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે. અમદાવાદ-રાજકોટ-વડોદરા- સુરત જેવા મોટા શહેરમાં હોટલમાં જમવા જવાનું ચલણ છે.

વિકએન્ડમાં લોકો રાત્રે હોટલમાં જ જમવાનું પસંદ કરે છે. પરંતુ કોરોનાકાળમાં કર્ફયૂને કારણે આઠ વાગ્યા બાદ હોટલો બંધ થઇ જતી હતી. જેથી હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કમાવવાના સમયમાં હોટલ બંધ રાખવી પડતી હતી. જેના કારણે આ ધંધા સાથે સંકળાયેલા અનેક લોકોની હાલત બેકાર જેવી જ થઇ ગઇ હતી.

વોટર-રિસોર્ટ પણ બંધ હાલતમાં

આવી જ કંઇક હાલત વોટરરિસોર્ટ ઉદ્યોગની પણ છે. છેલ્લા એક વર્ષથી વધારેના સમયથી વોટરરિસોર્ટ બંધ હાલતમાં છે. ત્યારે વોટર-રિસોર્ટને પણ કોરોનાકાળમાં ભારે આર્થિક ફટકો પડયો છે.

કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી હોટલ ઉદ્યોગને ખાસ્સુ નુકસાન થયું છે. જેથી અમદાવાદ સહિતના અનેક શહેરોમાં અનેક હોટેલોને બંધ કરવાની પણ ફરજ પડી છે. એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં 45 ટકાથી પણ વધુ હોટેલો બંધ કરી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ નિર્ણયને લઇને આ ઉદ્યોગને થોડું જોમ મળશે.

Published On - 7:57 pm, Mon, 7 June 21

Next Video