VIDEO: રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આજે સુરતની મુલાકાતે

રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક કરવામાં આવશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આજે સુરત જશે. સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે કરશે બેઠક. 1000 બેડની તૈયાર થયેલી કોવિડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સુરતમાં કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે હોસ્પિટલની મુલાકાત લેશે. મુખ્યપ્રધાન 1 […]

VIDEO: રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આજે સુરતની મુલાકાતે
| Updated on: Aug 02, 2020 | 3:48 AM

રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક કરવામાં આવશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આજે સુરત જશે. સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે કરશે બેઠક. 1000 બેડની તૈયાર થયેલી કોવિડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સુરતમાં કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે હોસ્પિટલની મુલાકાત લેશે. મુખ્યપ્રધાન 1 લાખ સુધીની લોનના અરજદારોને ચેકનું વિતરણ પણ કરશે. આજે મુખ્યપ્રધાન રૂપાણીના જન્મદિને વનમહોત્સવનો શુભારંભ પણ થવા જઈ રહ્યોં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો