Gujarat: ચીફ સેક્રેટરી અનિલ મુકિમનું સુપ્રીમમાં સોગંદનામુ, કેન્દ્ર તરફથી નથી અપાઈ રહ્યો પુરતો ઓક્સિજનનો જથ્થો

|

May 08, 2021 | 8:44 AM

Gujarat: રાજ્યનાં ચીફ સેક્રેટરી અનિલ મુકિમે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ કર્યું છે અને તેમાં વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દાઓ વચ્ચે મોટી વાત એ નિકળીને બહાર આવી છે કે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે ઓક્સિજનનો 975 મેટ્રિક ટનનો જથ્થો માગ્યો હતો જે ન મળી શકવાનાં કારણે દર્દીઓને હાલાકી

Gujarat: રાજ્યનાં ચીફ સેક્રેટરી અનિલ મુકિમે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ કર્યું છે અને તેમાં વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દાઓ વચ્ચે મોટી વાત એ નિકળીને બહાર આવી છે કે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે ઓક્સિજનનો 975 મેટ્રિક ટનનો જથ્થો માગ્યો હતો જે ન મળી શકવાનાં કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. બેડ અને તબીબ બંને હોવા છતાં પણ સારવાર નથી કરી શકાતી.

રાજ્યનાં ચીફ સેક્રેટરીએ કરેલા સોગંદનામાની બહાર આવેલી વિગતોને લઈને ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જાવાની શક્યતા છે. દેશ અને રાજ્યમાં ભાજપની સત્તા છે અને ગુજરાતને મોડેલ રાજ્ય તરીકે હંમેશા પ્રોમોટ કરવામાં આવતું રહ્યું છે, ત્યારે કેન્દ્ર તરફથી ઓક્સિજનનો જથ્થો નહી મળવાનો મુદ્દો ગાજી શકે છે.

કોરોના સંક્રમણ મુદ્દે ચીફ સેક્રેટરી અનિલ મુકિમનું SCમાં સોગંદનામું કરતા જણાવ્યું છે કે રાજ્યની હોસ્પિટલમાં દર્દીના પ્રવેશ માટે યુનિફોર્મ પોલિસી બનાવવામાં આવી છે. કેન્દ્ર તરફથી ઓક્સિજનનો 975 મેટ્રિક ટનથી વધુ જથ્થો ન મળતા દર્દીને હાલાકી પડી રહી છે. બેડ અને તબીબ હોવા છતાં ઓક્સિજનના કારણે સારવાર થઈ શકતી નથી. કોરોના સંક્રમણ રોકવા 36 શહેરમાં કડક નિયંત્રણ લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમા 1.28 કરોડ રસીના ડોઝ અપાયા છે. રાજ્યમાં 99 લાખ લોકોને રસીનો એક ડોઝ અપાયો છે તો રાજ્યમાં 28 લાખ કરતા વધુ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. રાજ્યમાં કોવિશીલ્ડના 3 લાખ 95 હજાર ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યમાં કૉ-વૅક્સિનના 2 લાખથી વધુ ડોઝ ઉપલબ્ધ છે.

 

Next Video