GUJARAT : સિમેન્ટ, સ્ટીલના ભાવવધારાનો વિરોધ, બિલ્ડરોનું એક દિવસનું આંદોલન

|

Feb 12, 2021 | 1:05 PM

GUJARAT : દેશભરમાં વિવિધ પ્રકારની માગ સાથે વિવિધ લોકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યના બિલ્ડરોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.

GUJARAT : દેશભરમાં વિવિધ પ્રકારની માગ સાથે વિવિધ લોકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યના બિલ્ડરોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યભરના બિલ્ડરો હડતાલ પર ઉતર્યા છે. બિલ્ડરો સિમેન્ટ કંપની, સ્ટીલ ઉત્પાદકો સામે બાંયો ચઢાવી છે. ભાવ વધારાના વિરોધમાં એક દિવસ કામથી અળગા રહી જે-તે જિલ્લાના કલેક્ટરને આવેદન પત્ર આપશે. અને ભાવ વધારો પરત ખેંચે તેવી માગ કરશે. 5 સંસ્થાઓએ રાષ્ટ્ર વ્યાપી હડતાળનો નિર્ણય કર્યો છે.

 

 

તેમાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન , બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયા, ક્રેડાઈ ગુજરાત અને ગાહેડ એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ જોડાયું છે. આંદોલનના કારણે રાજ્યભરમાં ચાલતી 22 હજારથી વધુ કસ્ટ્ર્ક્શન સાઈટ પર કામકામ બંધ છે. 40 લાખથી વધુ મજૂરો કામ કાજથી અળગા છે. તો સુરતમાં 300થી વધુ બાંધકામ સાઈટ એક દિવસ માટે બંધ છે. બિલ્ડરોનું માનીએ તો સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓએ એકાએક 50 ટકા જેટલો ભાવ વધારો કર્યો. ગેરકાયદે કાર્ટલ કરીને ગેરવ્યાજબી અને અસહ્ય ભાવ વધારો કર્યો છે. કૃત્રિમ ભાવ વધારાને કારણે મકાનોના ભાવમાં 15થી 20 ટકાનો વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Next Video