ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક માટે ચૂંટણીનું મતદાન શરૂ, વિજય રૂપાણીનો છે આ દાવો

રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપના 40થી વધારે ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બીટીપીના છોટુ વસાવા અને એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને ટેકો આપ્યાનો દાવો કર્યો. ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવાર વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલ ઠાકોરની જીત નિશ્ચિત હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE […]

ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક માટે ચૂંટણીનું મતદાન શરૂ, વિજય રૂપાણીનો છે આ દાવો
| Updated on: Jul 05, 2019 | 6:53 AM

રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપના 40થી વધારે ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બીટીપીના છોટુ વસાવા અને એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને ટેકો આપ્યાનો દાવો કર્યો. ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવાર વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલ ઠાકોરની જીત નિશ્ચિત હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ દેશના બજેટથી વેપારીઓની શું છે આશા? જુઓ VIDEO

કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા સીએમે કહ્યું કે પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ ન હોવાથી તેમને બાલારામ લઈ ગયા હતા. છતાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભાજપના ધારાસભ્યોની સંખ્યા કરતા પણ વધુ મત મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને લઈ ભલે સસ્પેન્સ હોય. પરંતુ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી કે તેઓ કોંગ્રેસની સાથે જ રહેશે. અલ્પેશ ઠાકોરને રાજકીય ગુરુ ગણાવતા ભરતજીએ પાર્ટીને વફાદાર રહેવાની વાત કરી. તો કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે એકાદ-બે ધારાભ્યોને બાદ કરતા પાર્ટી અકબંધ છે. અને પાર્ટીના વ્હીપ અનુસાર જ તમામ ધારાસભ્યો કોંગ્રેસના બે ઉમેદવારને મત આપશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમાએ કહ્યું કે આજે ભલે અમે હારી જઈએ. પરંતુ ચૂંટણી પ્રક્રિયાએ આગળ કાયદાકીય રીતે પડકારવામાં આવશે. રાજ્યસભા ચૂંટણી માટે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ભાજપના પોલિંગ એજન્ટ છે. તો ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસના પોલિંગ એજન્ટ તરીકે નિયુક્ત કરાયા છે.