GUJARAT BUDJET 2021 : ગુજરાત સરકારે બજેટની એપ્લિકેશન લોંચ કરી, આ વર્ષે રજૂ થશે ડિજિટલ બજેટ

|

Mar 02, 2021 | 10:37 PM

GUJARAT BUDJET 2021 : રાજ્ય સરકારનું બજેટ પણ કેન્દ્ર સરકારની જેમ જ ડિજિટલ પદ્ધતિથી રજૂ કરવામાં આવશે. જેના માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.

GUJARAT BUDJET 2021 : ગુજરાત વિધાનસભાના બજેટસત્રની  તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વખતે કોરોનાની ગાઇડ લાઇનનો સંપૂર્ણ અમલ કરવાની સાથે રાજ્ય સરકારનું બજેટ પણ કેન્દ્ર સરકારની જેમ જ ડિજિટલ પદ્ધતિથી રજૂ કરવામાં આવશે. જેના માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.

આ વર્ષે રજૂ થશે ડિજિટલ બજેટ

કોરોના મહામારી સામે સરકારને થયેલા ખર્ચને કારણે રાજ્ય સરકારે ખર્ચાઓ ઓછા કરવા તેમજ બિનજરૂરી ખર્ચ અટકાવવા વિવિધ વિભાગના ખર્ચાઓ પર કાપ મુક્યો હતો. કેન્દ્ર સરકારે પણ સ્ટેશનરી સહીતના ખર્ચાઓ ઓછા કરી આ વર્ષનું કેન્દ્રીય બજેટ ડિજિટલ પદ્ધતિથી રજૂ કર્યું હતું અને કેન્દ્રીય બજેટ માટે એપ્લિકેશન પણ બનાવવામાં આવી હતી. જેના પગલે ગુજરાત સરકારે પણ રાજ્યનું બજેટ આ જ રીતે રજૂ કરવાનો નિર્ણય કરીને એપ્લિકેશન લોંચ  કરી છે. 

બજેટની એપ્લિકેશન લોંચ 
ગુજરાત સરકાર દ્વારા 1લી માર્ચે રજૂ થનારા બજેટ માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ નાણાપ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત  કરતા કહ્યું કે દર વર્ષે બજેટ દરમિયાન 74 પ્રકારના પ્રકાશનો ગુજરાત અને ભારત સરકારના વિવિધ વિભાગો, રાજ્યના ધારાસભ્યો અને પત્રકારો માટે છાપવા પડે છે, પણ આ વર્ષે બજેટ એપ્લિકેશન દ્વારા આ ખર્ચ બચશે. ગુજરાત સરકારના બજેટની તમામ માહિતી આ એપ્લિકેશનમાં મળશે. આ ઉપરાંત પાછલા પાંચ વર્ષના બજેટનું મુખ્ય સંબોધન પણ સામેલ કરવામાં આવ્યું છે. 

1લી માર્ચે રજૂ થશે રાજ્યનું બજેટ
ગુજરાત વિધાનસભાનું સત્ર પહેલી માર્ચે મળશે. આ સત્રમાં રાજ્યનું બજેટ GUJARAT BUDJET 2021  રજૂકરવામાં આવનાર છે. કોરોનાના કારણે પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને બેસાડવાની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા રહેશે. નાણાપ્રધાન તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે.  

Published On - 3:37 pm, Fri, 26 February 21

Next Video