Gujarat Budget 2021 : જુઓ ગત વર્ષના બજેટ અને નવા ફાળવેલા બજેટ વચ્ચે શું રહ્યો તફાવત ?

|

Mar 03, 2021 | 2:02 PM

Gujarat Budget 2021 : નાણાંપ્રધાન અને ગુજરાતના નાયબ નુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યુ છે.

Gujarat Budget 2021 : જુઓ ગત વર્ષના બજેટ અને નવા ફાળવેલા બજેટ વચ્ચે શું રહ્યો તફાવત ?
Gujarat Budget 2021

Follow us on

Gujarat Budget 2021 : નાણાંપ્રધાન અને ગુજરાતના નાયબ નુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યુ છે. વર્ષ 2021-22 માટે કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે, ત્યારે જુઓ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ફાળવેલા બજેટની રકમમાં શું તફાવત છે.

કૃષિ વિભાગ : ગત વર્ષ કરતા રૂ. 191 કરોડની ઓછી ફાળવણી કરાઇ, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે કૃષિ બજેટમાં ફાળવ્યા છે રૂ. 7232 કરોડ.

જળ સંપતિ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં રૂ. 1726 કરોડની ઘટ, ગત વર્ષે રૂ. 7220 કરોડની કરાઈ હતી જોગવાઈ, ચાલુ વર્ષે રૂ. 5494 કરોડની જોગવાઈ કરાઇ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

શિક્ષણ વિભાગ : ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂ. 764 કરોડ રૂ. વધુ બજેટ ફાળવાયું, ગત વર્ષે રૂ. 31,955 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ.32,719 કરોડની જોગવાઈ કરાઇ.

આરોગ્ય વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 80 કરોડ વધુ ફાળવાયા, ગત વર્ષે રૂ. 11, 243 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ.11, 323 કરોડની જોગવાઈ કરાઇ.

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ :  ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 361 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 3150 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3511 કરોડની જોગવાઈ કરાઇ.

પાણી – પુરવઠા વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 343 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4317 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3975 કરોડની જોગવાઈ કરાઇ.

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 32 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4321 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4353 કરોડની જોગવાઈ કરાઇ.

આદિજાતિ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 19 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 2675 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 2675 કરોડની જોગવાઈ કરાઇ.

પંચાયત વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 295 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 9091 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 8796 કરોડની જોગવાઈ કરાઇ.

શહેરી વિકાસ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13440 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13493 કરોડની જોગવાઈ કરાઇ.

શ્રમ અને રોજગાર વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 41 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1461 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1502 કરોડની જોગવાઈ કરાઇ.

માર્ગ અને મકાન વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 985 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 10,200 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 11,185 કરોડની જોગવાઈ કરાઇ.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 90 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1397 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1487 કરોડની જોગવાઈ કરાઇ.

ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 883 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13,917 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13, 034 કરોડની જોગવાઈ કરાઇ.

ક્લાઈમેટ ચેન્જ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 109 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1019 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 910 કરોડની જોગવાઈ કરાઇ

ઉદ્યોગ અને ખાણ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 418 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7017 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 6599 કરોડની જોગવાઈ કરાઇ.

પ્રવાસન વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 8 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 480 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 488 કરોડની જોગવાઈ કરાઇ.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 265 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 387 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 652 કરોડની જોગવાઈ કરાઇ.

વન વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 33 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1781 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1814 કરોડની જોગવાઈ કરાઇ.

ગૃહ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 457 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7503 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 7960 કરોડની જોગવાઈ કરાઇ.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 47 કરોડની ઓછા ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1271 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1224 કરોડની જોગવાઈ કરાઇ.

મહેસૂલ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 75 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4473 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4548 કરોડની જોગવાઈ કરાઇ.

સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 66 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 497 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 563 કરોડની જોગવાઈ કરાઇ.

રમત-ગમત વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 563 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 507 કરોડની જોગવાઈ કરાઇ.

માહિતી અને પ્રસારણ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 1 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 169 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 168 કરોડની જોગવાઈ કરાઇ.

કાયદા વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 17 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1681 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1698 કરોડની જોગવાઈ કરાઇ.

સામાન્ય વહીવટ વિભાગ : ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 36 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1766 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1730 કરોડની જોગવાઈ કરાઇ.

Next Article