Gujarat Budget 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પગલે બજેટ હવે 3 માર્ચે રજૂ કરવામાં આવશે

|

Feb 20, 2021 | 10:22 AM

Gujarat Budget 2021:  28મી ફેબ્રુઆરીએ ચૂંટણી બાદ પાલિકા-પંચાયતો માટે બીજી માર્ચને મંગળવારે મતગણતરી યોજાવાની છે.. જેથી હવે વિધાનસભા સચિવાલયે પણ નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા વર્ષ 2021-22ના અંદાજપત્રની રજૂઆત માટે બીજીને બદલે ત્રીજી માર્ચને બુધવારનો દિવસ સુનિશ્ચિત કર્યો છે.

Gujarat Budget 2021:  28મી ફેબ્રુઆરીએ ચૂંટણી બાદ પાલિકા-પંચાયતો માટે બીજી માર્ચને મંગળવારે મતગણતરી યોજાવાની છે. જેથી હવે વિધાનસભા સચિવાલયે પણ નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા વર્ષ 2021-22ના અંદાજપત્રની રજૂઆત માટે બીજીને બદલે ત્રીજી માર્ચને બુધવારનો દિવસ સુનિશ્ચિત કર્યો છે. રાજયકક્ષાના સંસદીય બાબતોના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિનંતી ગ્રાહ્ય રાખીને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કેલેન્ડરમાં ફેરફાર કર્યો છે. સચિવ ડી.એમ.પટેલની સહીથી પ્રસિદ્ધ પત્રકમાં જણાવ્યા અનુસાર બીજી માર્ચના રોજ વિધાનસભાની બેઠક મળવાની નથી જે હવે ત્રીજી માર્ચને બુધવારે સવારની બેઠકમાં રજૂ થશે

 

Next Video