
અંદાજિત 10 ડિગ્રી તાપમાન અને સડસડાટ ચાલતા પવન વચ્ચે આ નવજાત શિશુ ઝાડી-ઝાંખરામાં મળી આવ્યુ હતું. ઝાંઝરીના ધોધના જંગલમાં અવાવરુ જગ્યાએ કોઈ માતા કે માતા-પિતાએ આ નવજાત બાળકને ત્યજી દીધુ હતું. કડકડતી ઠંડીમાં આ બાળક રીતસરનું ઠુંઠવાઈ ગયુ હતું, પરંતુ ઝાંઝરી ધોધ જવાના માર્ગ નજીકથી પસાર થતા એક રાહદારીના કાને બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને એ રાહદારી અટકી ગયો. તેણે તપાસ કરતા નવજાત બાળક રડી રહ્યુ હતું. તેણે તરત જ 108 ઇમર્જન્સી એમ્બુલંસ બોલાવી અને બાળકને તાબડતોડ બાયડ સરકારી દવાખાને ખસેડાયું. આ અંગે પોલીસ બાળક ત્યજી દેનારાઓની શોધખોળ કરી રહી છે. બાળકની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
[yop_poll id=1299]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]