Gujarat : ગૃહિણીઓ માટે માઠા સમાચાર, મરચાંની આવક વધવાની સાથે જ ભાવમાં તોતિંગ વધારો

|

Feb 12, 2021 | 2:51 PM

Gujarat : હાલ મરચાંની સીઝન શરૂ થઈ ચૂકી છે. માર્કેટિંગ યાર્ડો મરચાંથી ઊભરાઈ રહ્યાં છે.

Gujarat : હાલ મરચાંની સીઝન શરૂ થઈ ચૂકી છે. માર્કેટિંગ યાર્ડો મરચાંથી ઊભરાઈ રહ્યાં છે. જેને પગલે ગૃહિણીઓએ પણ મરચું ભરવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના પાઉડરના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.100થી રૂ.200 સુધીનો ભાવવધારો થતાં ગૃહિણીઓને મરચાંના લાલ રંગ સાથે ભાવની તીખાશ આંખમાં પાણી લાવી રહી છે. કમોસમી વરસાદથી મરચાંના પાકમાં રોગચાળો આવ્યો હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો હોવાનું ખેડૂત અને વેપારીઓ જણાવી રહ્યા છે. આ વર્ષે હવામાન અનુકૂળ ન હોવાથી મરચાંનો છોડ યોગ્ય ઊગ્યો જ નહીં અને રોગચાળાના લીધે 20 ટકા ઉત્પાદન ઘટ્યું હતું. ખેડૂતો પાસે ઓછા ભાવે લઇ વેપારી 25 ટકા વધુ ભાવે મરચાંનો મસાલો બનાવી વેચી દે છે. આમ, ઓછું ઉત્પાદન અને રોગચાળો આ ભાવવધારાના મુખ્ય કારણ બન્યાં છે.

 

Next Video