Gujarat Assembly Session Highlights: કોંગ્રેસના કાર્યકરોના હોબાળા સાથે વિધાનસભા સત્રની શરૂઆત થઈ

|

Mar 28, 2022 | 6:42 PM

Gujarat Assembly 2022 Session Highlights: ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા સ્વાભિમાન સંમેલનને મંજૂરી ન હોવા થતાં તેમાં આવી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયતો કરવાની સાથે વિધાનસભામાં પ્રવેશતા કોંગ્રેસના ધારાસભ્યોને પણ રોકવામાં આવ્યા હોવાના મુદે વિધાનસભા ગૃહ શરૂ થતાં જ તેમાં હોબાળો થઈ ગયો હતો.

Gujarat Assembly Session Highlights: કોંગ્રેસના કાર્યકરોના હોબાળા સાથે વિધાનસભા સત્રની શરૂઆત થઈ
Gujarat Assembly Session

Follow us on

ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા સ્વાભિમાન સંમેલનને મંજૂરી ન હોવા થતાં તેમાં આવી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયતો કરવાની સાથે વિધાનસભામાં પ્રવેશતા કોંગ્રેસના ધારાસભ્યોને પણ રોકવામાં આવ્યા હોવાના મુદે વિધાનસભા ગૃહ શરૂ થતાં જ તેમાં હોબાળો થઈ ગયો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Mar 2022 01:33 PM (IST)

    Gujarat Assembly Session Live: અમીત ચાવડાએ કહ્યું કે 14 વખત પેપર ફૂટ્યાં છે, સરકારે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ

    Gujarat Assembly Session Live: અમીત ચાવડાએ કહ્યું કે આ સરકાર પેપર ફોડે છે. બેશરમ સરકાર છે. અત્યર સુધીમાં 14 વખત પેપર ફૂટ્યાં છે.
    Cm પાસે વિધાનસભામાં આ અંગે ચર્ચા કરવા માંગણી કરી તેમ છતાં cm હાઉસમાં બેઠા નહીં. આ સરકારે તાત્કાલિક ધોરણે રાજીનામુ આપી દેવું જોઈએ.

  • 28 Mar 2022 01:27 PM (IST)

    Gujarat Assembly Session Live: કોગ્રેસના હોબાળાને પગલે ગૃહ 10 મીનિટ માટે મુલતવી રાખવામાં આવ્યું

    Gujarat Assembly Session Live: વ્હેલમાં ધસી આવેલા કોંગ્રેસના mla બહાર જવા તૈયાર નહોતા. વિમલ ચુડાસમા ગૃહમાં વ્હેલમાં જ સુઈ ગયા હતા. કોંગ્રેસના 8 mla વ્હેલમાં ધસી આવ્યા હતા. તમામ પુરુષ mlaને બહાર લઈ જવાતા કોંગ્રેસના મહિલા ધારાસભ્યો ગેનીબેન ઠાકોર તથા ચંદ્રિકાબેન બારા વ્હેલમાં બસી ગયાં હતાં. કોંગ્રેસના આ હોબાળા બાદ હાઉસ 10 મીનિટ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.


  • 28 Mar 2022 01:20 PM (IST)

    Gujarat Assembly Session Live: કોગ્રેસના ધારાસભ્યોએ પેરપલીક મુદ્દે વિધાનસભામાં બેનર બતાવી હોબાળો કર્યો, ટિંગાટોળી કરી બહાર લઈ જવાયા

    Gujarat Assembly Session Live: કોગ્રેસના ધારાસભ્યોએ કાપ દરખાસ્ત પહેલા કોંગ્રેસે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને પેરપલીક મુદ્દે વિધાનસભામાં બેનર બતાવી હોબાળો કર્યો હતો. પેપર લીક મુદ્દે કોંગ્રેસે બેનર બતાવ્યાં હતાં. ઇમરાન ખેડવાળા સહિત કોંગ્રેસના mla વ્હેલમાં ધસી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવતાં સાર્જન્ટ દ્વારા ટીંગાટોળી કરી mlaને બહાર લઈ જવાયાં હતાં.

  • 28 Mar 2022 01:13 PM (IST)

    Gujarat Assembly Session Live: મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ધારાસભ્યો સનમાનીય છે, વિપક્ષના સભ્યનુ સન્માન જળવાઈ રહે તે જરૂરી છે

    Gujarat Assembly Session Live: મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ધારાસભ્યો સનમાનીય છે, કોઈ પણ ધારાસભ્યને કોઇ તકલીફ ના પડે તેના માટે પ્રયાસ કરીશુ. વિપક્ષના સભ્યનુ સન્માન જળવાઈ રહે તે જરૂરી છે.

  • 28 Mar 2022 12:56 PM (IST)

    Gujarat Assembly Session Live: અધ્યક્ષે કહ્યું મે કોઈને અટકાવવાની સુચના આપી નથી. મારા નામનો જો દુરુપયોગ થયો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે

    Gujarat Assembly Session Live: ગૃહમાં પ્રવેશતાં અકાવવા બદલ કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષને રજુઆત કરી હતી અને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. આ મુદ્દે અધ્યક્ષે જણાવ્યું હતું કે કોંગ્રેસના કેટલાક mlaએ ને મને પણ આ અંગે રજુઆત કરી છે. જો કોઈ પણ mla સાથે આવું થયું હોય તો તે અયોગ્ય જ છે. મેં કોઈ સૂચના આપી નથી. મારા નામનો જો દુરુપયોગ થયો હશે તો હું ચોક્કસ રેકોર્ડ મંગાવીશ અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • 28 Mar 2022 12:52 PM (IST)

    Gujarat Assembly Session Live: ભગાભાઈ બારડે કહ્યું કે Mla ક્વાર્ટરમાં અમારી કારને પોલીસ રોકે છે. અમારી સાથે આવો વ્યવહાર કેમ?

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે કહ્યું કે Mla ક્વાર્ટરમાં અમારી કારને પોલીસ રોકે છે. મારા ઘરે મારો પરિવાર છે. મારા ડ્રાઇવરને રોકવામાં આવે છે. સ્થાનિક પોલીસ મારી સાથે વાત કરવા તૈયાર નથી. અમારી સાથે પોલીસનો આવો વ્યવહાર કેમ?

  • 28 Mar 2022 12:49 PM (IST)

    Gujarat Assembly Session Live: લલિત કથગરાએ કહ્યું કે ધારાસભ્યોનું સ્વમાન જાળવવાની જવાબદારી ગૃહના નેતાની છે

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં પ્રવેશતા અટકાવવા મુદ્દે લલિત કથગરાએ કહ્યું કે ધારાસભ્યોનું સ્વમાન જાળવવાની જવાબદારી ગૃહના નેતાની છે. અમારે સરકારમાં માંગણી કરવી પડી કે કોંગ્રેસના mla સાથે કેવું વર્તન થાય?

  • 28 Mar 2022 12:45 PM (IST)

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પેપર લીક મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં પ્રવેશતા અટકાવાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં પેપરલીક મુદ્દે સરકાર પર આક્ષેપો કરી ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું કે પેપર સરકાર ફોડે અને પોલીસ કોંગ્રેસના mlaની અટકાયત કરે તે કેટલું યોગ્ય?

  • 28 Mar 2022 12:39 PM (IST)

    Gujarat Assembly Session Live: ગૃહમાં પ્રવેશતાં અકાવવા બદલ કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષને રજુઆત કરી

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં પ્રવેશતા કોંગ્રેસના સભ્યોને પણ રોકવામાં આવ્યા હેવાનો મુદે વિધાનસભા ગૃહ શરૂ થતાં જ તેમાં હોબાળો થઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ મુદ્દે અધ્યક્ષને રજુઆત કરાઈ હતી. વિક્રમ માડમે અધ્યક્ષ સમક્ષ રજુઆત કરી હતી કે Psi જાડેજા દ્વારા કોંગ્રેસમાં mlaને રોકવામાં આવ્યા હતા અને એનું કહેવામાં આવ્યું હતું કે અધ્યક્ષનો હુકમ છે. જોકે અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી કે મેં આવી કોઈ સુચના આપી જ નથી.

Published On - 12:37 pm, Mon, 28 March 22