Gujarat Assembly Session Live: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 86 પ્રાથમિક શાળાઓ બંધ થઈ જ્યારે 491 પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવી છ. જામનગરમાં સૌથી વધુ 144 શાળાઓ મર્જ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યા 700 છે. જેમાં કચ્છ જીલ્લામાં સૌથી વધુ 100 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે.
Gujarat Assembly Session Live: ડો.જોશિયારાના નિધન અંગે ગૃહમાં તમામ ધારાસભ્યોએ બે મિનિટનું મોન પાળ્યું હતું અને ત્યાર બાદ સર્વાનુમતે વિધાનસભાની આજની કાર્યવાહી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Gujarat Assembly Session Live: ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારાને વિધાનસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું અને સમગ્ર વિધાનસભાના સવાનુમતે વિધાનસભા મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
Gujarat Assembly Session Live: અનિલ જોશિયારા નિધન અંગે વિપક્ષના પ્રવક્તા વિરજી ઠુમરે કહ્યું કે ડો.અનિલ જોશિયારાએ આદિવાસી સમાજના ઉથ્થાન માટે કામ કર્યુ છે. ડો જોશિયારા અમારા સિનિયર ધારાસભ્ય હતી. કોરોનાથી પીડાઈ રહ્યા હતી. આદિવાસી વિસ્તારમાંથી આવી તેઓ mbbs ભણી સરાહનીય કામ કરી રહ્યા હતા. સમગ્ર ગુજરાતને અને વિધાનસભાને તેમની ખોટ પડી છે. તેમના પરિવાર ચૌધર આંશુ એ રડી રહ્યા છે. તેમના પરિવારને દુઃખ સહન કરવાની પ્રભુ શકિત આપે.
Gujarat Assembly Session Live: કોગેસ mla આનંદ ચૌધરીએ કહ્યું હતું કે આજે ચાલુ ગૃહ દરમિયાન દુઃખદ સમાચાર મળ્યા છે. જોશિયારા સાહેબનું દુઃખદ અવસાન થયું છે. જનરલ બજેટ પર ચર્ચા કે આદિવાસી વિસ્તારના પ્રશ્નોની વાત હોય કે પછી વિધાનસભા ઘેરાવના કાર્યકમ કેમ ના હોય, તે તમામ પ્રશ્નો ઉકેલતા. સરકાર સામે કેવી રીતે અવાજ ઉઠવવો તે ખુબ સારી રીતે જાણતા હતા. તેમની ખોટ ક્યારે પુરી કરી શકાય નહીં. તેમના પરિવાર પર જે આફત આવી છે તેને પ્રભુ પાર પડે તેવી પ્રાર્થના.
Gujarat Assembly Session Live: Mla અનિલ જોશીયાર નિધન અંગે કોગેસ mla હિંમતસિંહ પટેલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જોશિયારા સાહેબ છેલ્લી પાંચ ટર્મથી સેવા આપી છે. હમેંશા માયાળુ અને પ્રેમાળ, કર્મઠ અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. સમજે એક સાચો વ્યક્તિ ગુમાવ્યો છે. તેઓ એક જાગૃત ધારાસભ્ય હતા. હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું.
Gujarat Assembly Session Live: મહુધા mla ઇન્દ્રજીત પરમારે વન મંત્રીને પૂછેલા પ્રશ્નમાં સરકારે રજૂ કરેલા જવાબમાં આવી વિગતો બહાર આવ છે કે ગુજરાતમાં રાષ્ટ્રીય પક્ષી મોરની જાળવણીમાં રાજ્ય સરકારની નીરસતા જોવા મળી છે. ખેડા જિલ્લામાં 75 અને કચ્છમાં 93 મોરનાં મૃત્યુ થયાં છે. શિકાર અને વીજ કરંટનાં કારણે મૃત્યુ થયાનું સરકારે કબુલ્યું છે.
Gujarat Assembly Session Live: ભરતીઓ મામલે સી. જે. ચાવડાએ રાજ્ય સરકાર પર કરેલા પ્રહાર પર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બિન સંસદીય શબ્દોને ઉપયોગ કરીને જવાબ આપ્યો હતો કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં કોઈ પણ માણસ સરકારી નોકરીમાં લાગી જતા હતા. આજે પણ મંત્રીના સગા વહાલા સરકારી નોકરી પર છે. તાલુકા અને જીલ્લા કક્ષાએ સગા વહાલા નોકરી પર લાગી ગયા છે. ભાજપની સરકારમાં ભરતી મામલે ચોક્કસ નિયમો બનાવ્યા છે. જોકે આ બ્ન સંસદીય શબ્દો અધ્યક્ષે રેકોર્ડ પરથી દૂર કરાવ્યા હતા.
Gujarat Assembly Session Live: ધારાસભ્ય ગોવિંદ પટેલે વનમંત્રીને પૂછેલા પ્રશ્નનો સરકારે લેખિત જવાબ રજુ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ સાસણગીર અભયારણમાં પ્રવાસીઓની મુલાકાતમાં થયો વધારો થયો છે. વર્ષે 2020માં 2 લાખ 45 હજાર 651 પ્રવાસીઓે આવ્યા હતા તેની સામે વર્ષે 2021માં 5 લાખ 3 હજાર 990 મુલાકાતીઓએ અભ્યારણની મુલાકાત લીધી હતી. બે વર્ષમાં કુલ 7,49,648 પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી. બે વર્ષમા 1,38,777 પ્રવાસીઓને પરમીટ ઇશ્યુ કરાઈ હતી.
ગીરમાં અભયારણમાંૃવર્ષે 2020માં 5 કરોડ 31 લાખ 21 હજારની આવક થઈ જ્યારે વર્ષે 2021માં 9 કરોડ 47 લાખ 86 હજાર 633 રૂપિયાની આવક થઈ હતી. આમ ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ છે. બે વર્ષમાં 14 કરોડ 79 લાખ 7633 રૂપિયાની આવક થઈ હતી.
Gujarat Assembly Session Live: ધારાસભ્ય લાખા ભરવાડે શિક્ષણમંત્રીને પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખીત જબાવ રજૂ કર્યો હતો કે વર્ષ 2020માં રાજ્ય સરકારે રૂપિયા 17.02 લાખ ટેબલેટ પેટે ઉઘરાવ્યા હતા છતાં 820 વિધાર્થીઓ ટેબેલેટ વંચિત રહ્યા હતા. આ એક વર્ષમા 882 વિધાર્થીઓ ટેબ્લેટ આપ્યાં હતાં.
Gujarat Assembly Session Live: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વૃક્ષો અંગે પૂછેલા પ્રશ્ના જવાબમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો કે અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં 17 હજાર વધુ વૃક્ષો કપાયા છે. અમદાવાદ જિલ્લામાં 3160 વૃક્ષો કપાયાં છે જ્યારે ગાંધીનગર જીલ્લા મા છેલ્લા બે વર્ષ મા ૧૪,૨૭૨ વૃક્ષો કાપવામાં આવ્યાં છે. વવાઝોડા અને દેવલમેન્ટના કામો કારણે વૃક્ષો કપાયા હોવાનો સરકારે જવાબ આપ્યો હતો.
Gujarat Assembly Session Live: લાઠીના mla વિરજી ઠુમરે વન મંત્રીને પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં સિંહની માફક દીપડાના મોતનો પણ પ્રશ્ન વિધાનસભામાં ઉઠ્યો હતો. તેમાં સરકારે કબુલ્યું હતું કે બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે.
Gujarat Assembly Session Live: ફરી વિધાનસભા ગૃહમાં સિંહના મોત અંગેનો પ્રશ્ન પૂછાયો હતો. જેમાં સરકારે લેખીત જવાબ રજૂ કર્યો હતો કે બે વર્ષમાં સિહોનો વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 31 ડિસેબનર 2021ની સ્થિતિએ સિંહોની સંખ્યા 674 પહોંચી છે. ગીરમાં અભયારણમાં 345 અને ગીર બહારના અભયરણમાં 329 સિંહો છે. જેમાંથી 206 નર 309 માદા અને 29 સિંહ બાળ છે. વણ ઓળખાયેલા 130 સિંહો છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે. આમ બે વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે.
Published On - 1:20 pm, Mon, 14 March 22