પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સાઇકલ લઇને વિધાનસભામાં પ્રવેશ કરશે તેવી ચર્ચા વચ્ચે આજનું વિધાનસભા સત્ર શરૂ થયું હતું. આજે પણ કોંગ્રેસ આક્રમક વલણ અપનાવે તેવી સંભાવના છે.
Gujarat Assembly Session Live: અમદાવાદમાં 800 કરોડના ખર્ચે બનેલી સરકારી એસ.વી.પી. હોસ્પિટલમાં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ ચાલતું ન હોવાની કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત વી.એસ.હોસ્પિટલ માટે રકમ ફાળવીને તેને ફરીથી જીવંત કરી સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
Gujarat Assembly Session Live: રાજ્યમાં ડ્રોન ઉડાડવા અંગેના વિધેયકની ચર્ચા દરમિયાન પણ પરેશ ધાનાણીનો સરકાર પર કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે તમે ડ્રોન મારફતે હવામાં ઉડીને આરોપીને પકડવા માંગો છો, પણ હકિકત એવી છે કે 20 વર્ષથી તમે જે હવામાં ઉડો છો તેના કારણે ગુનેગારોએ માઝા મુકી છે. ગુનેગારો ગુનો કરીને વિદેશમાં ઉડી જાય ત્યારે પોલીસને ખબર પડે છે કે ગુનો થયો છે.
Gujarat Assembly Session Live: વિધાનસભા સત્રની કામગરી જોવા માટે મોટા પ્રમાણમા આદિવાસી વિસ્તારના લોકો આવ્યા હતા. આદિવાસીઓ સાથે મુખ્યમંત્રીએ તાપી નર્મદા રીવર લીન્ક યોજના રદ થવા મુદ્દે સંવાદ કર્યો હતો. આ સમયે તેમની સાથે આદિવાસી મંત્રી અને ધારાસભ્યો પણ હાજર હતા.
Gujarat Assembly Session Live: ખાનગી CCTVના એક્સેસ મુદે બિલ પરની ચર્ચા દરમિયાન પરેશ ધાનાણીએ પણ તીખા કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે કરોડોનો દારુ રાજ્યમાં હેરફેર કરવામાં આવે છે ત્યારે રાજ્યની સરહદો પર CCTV લગાવવામાં આવે તો દારુની હેરફેર અટકાવી શકાય. દરિયા કાંઠે પાવડર ખાવાનો હતો કે લગાવવાનો તે હજુ ખબર નથી પડી. CCTV હૉવા છતા કસ્ટોડિયલ ડેથ થાય છે અને બાદમા ખબર પડે છે કે કેમેરા તો બંધ હતા. જે કેમેરા લગાવ્યા છે તેનુ સંચાલન કોણ કરે છે. કેવી રીતે કરે છે તે પ્રશ્ન છે. સરકારની કરની અને કથનીમાં તફાવત તો નથીને તે જોવું પડશે.
Gujarat Assembly Session Live: ખાનગી CCTV ના એક્સેસ મુદે બિલ પરની ચર્ચા સમયે વિપક્ષે કટાક્ષ કર્યો હતો કે રાજ્યના લોકોની સુરક્ષા માટે બિલ લાવવું સારી વાત, પણ સુવિધા આવ્યા બાદ ઇરાદો બદલાય તે ખુબ ઘાતક બને છે તેવું જણાવતાં કોંગ્રેસના સી. જે. ચાવડાએ કહ્યું કે પેગાસસનો ઉપયોગ જ્યાં સુધી સરહદ પર થાય ત્યાં સુધી યોગ્ય પરંતુ જ્યારે દેશના નેતાઓ પર તે વપરાય તે નકામુ. ચાવડાએ કટાક્શમાં એમ પણ કહ્યું કે ગાંધીનગર વિસ્તારનું નામ ગિનીઝ બુક ઑફ રેકોર્ડમા મોકલવું જોઇએ. શહેરમા દર મહિને 4થી વધુ લોકોએ ભેગા નહીં થવા અંગેનું જાહેરન્મુ લાવવમાં આવે છે. લોકો સભા કે સરઘસ કાઢે તો મંજૂરી લેવી પડે છે. આના કરતાં તો સરકાર એવું કરે કે ક્યારે સભા કે સરઘસ કાઢી શકાય તે માટેનું જાહેરનામુ બહાર પાડે. તેમણે સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે થોડા દિવસ અગાઊ પણ રાજ્યમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડયું ત્યારે આપણું ગૃહ ખાતુ શું કરતું હતુ?
Gujarat Assembly Session Live: રાજ્ય સરકારને રાસાયણિક ખાતર, પેટ્રોલ, ડિઝલ, સિએનજી અને પિએનજી પર ટેક્સથી મોટી આવક થઈ છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને ટેક્સથી ૩૪,૦૯૪.૨૨ કરોડની આવક થઈ છે. ટેક્સ પેટે વર્ષ ૨૦૨૦માં ૧૩,૬૯૧.૮૫ કરોડ તો ૨૦૨૧ મા ૨૦,૪૦૨ કરોડની આવક થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામા આવેલા પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો હતો.
Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી કે પાર તાપી રીવર લિંક યોજનાનું અમલીકરણ નહી થાય. ગુજરાત વિનિયોગ વિધેયક રજૂ કરતા તેમણે આ જાહેરાત કરી હતી.
Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ગોપાલ સમાજને ભાજપ સરકાર અન્યાય કરતી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે લોન આપવાની કે સહાયની વાત આવે ત્યારે માલધારી સમાજથી સરકાર મોં ફેરવી લે છે. ગોપાલક અને માલધારી સમાજ માટે સરકાર વાતો તો સારી કરે છે પણ સરકારે માત્ર 2 કરોડની લોન આપી, પરંતુ સહાય એકપણ રૂપિયો ના આપ્યો. રખડતા ઢોર અંગેનો સરકાર જે કાયદો લાવવા જઈ રહી છે તેનું નામ લીધા વીના તેમણે એમ પણ કહ્યું કે પશુપાલકો અને ગોપાલકો માટે સરકાર કાલે કાળો કાયદો લાવી રહી છે.
Gujarat Assembly Session Live: ગુજરાતમાં ભાજપની ગરીબ વિરોધીનીતિ રહી છે. વાતો મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ સહાય અપાતી નથી. સાચા અર્થમાં બજેટની ફાળવણી થાય ત્યારે અન્યાય કરાય છે. ઉદ્યોગો અને ચોક્કસ સમાજ માટે સરકાર તિજોરી ખુલ્લી મૂકે છે. ઠાકોર કોળી સમાજના નિગમને 15 કરોડ લોન માટે અપાઈ છે. ઠાકોર-કોળી સમાજ નિગમને છેલ્લા બે વર્ષમાં એકપણ રૂપિયાની સહાય અપાઈ નથી. 30 ટકા સમાજને એકપણ રૂપિયાની સહાય અપાઈ નથી. સફાઈ કામદાર વિકાસ નિગમ, ગોપાલક વિકાસ નિગમને એકપણ રૂપિયાની સહાય અપાઈ નથી. અલ્પસંખ્યાક નાણાં અને વિકાસ નિગમને પણ એકપણ રૂપિયાની સહાય અપાઈ નથી.
Gujarat Assembly Session Live: પેટ્રોલ ડીઝલ ભાવ વધારો ગૃહમાં ઉછળ્યો હતો. શૈલેષ પરમારે કહ્યું ચાર રાજ્યમાં તમારી સરકાર આવી અભિનંદન. આ જીતના ફળ સ્વરૂપે જનતાને તમે 100 રુપિયામાં પેટ્રોલ આપ્યું એના પણ અભિનંદન. સરકારના જવાબ પર કોંગ્રેસ ધારાસભ્યોએ ઉભા થઈ હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ન્યાય આપો- ન્યાય આપોના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના હોબાળઆ સાથે પ્રશ્નોત્તરી પૂર્ણ થઈ હતી.
Gujarat Assembly Session Live: સૌર ઊર્જા આધારિત વાહનોને સચિવાલયમાં ચલાવવાની યોજના પડી ભાંગી હોવાનું સરકારે જ વિધાનસભામાં સ્વીકાર્યું છે. રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે શરૂ કરેલી યોજના પાછળ 2.53 કરોડનો ખર્ચ કર્યો છે પણ આ યોજના સફળ થઇ ન હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે. પાટણના ધારાસભ્ય કીરીટ પટેલના સવાલના જવાબમાં સરકારે આ સ્વીકાર કર્યો છે.
Gujarat Assembly Session Live: વિધાનસભામા ચાલતી કેંટીનમાં જ તોલમાપના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનું સામે આવ્યું છે. કેંટીનમાં વેચાતી વસ્તુઓમા ફ્રેંકિંગ વગેરે ન હોવાના કારણે તોલમાપ વિભાગે 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Gujarat Assembly Session Live:
રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 6 નિગમોના મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા લાંબા સમયથી ચાર્જમાં ચાલે છે. આ 6 નિગમોની યાદી પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી.
1- ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
2- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
3- ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
4-ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
5- ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
6- ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ
Gujarat Assembly Session Live: કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 6 નિગમના મેનેજિંગ ડિરેક્ટર ની નિમણૂક કરવામાં આવી નથી. રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 6 નિગમોના મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા લાંબા સમયથી ચાર્જમાં ચાલે છે.
Gujarat Assembly Session Live: રાજ્યમા 31.12.2020ની સ્થિતિએ 1 લાખ કે વધુ વીજબિલ બાકી હોય તેવા 6017 ડિફોલ્ટર ઔદ્યોગિક એકમો છે. જેમની પાસેથી 118832.72 લાખની રકમની વસુલાત બાકી હતી. જેમા 1 વર્ષ બાદ પણ 2990 એકમો પાસેથી 87360.86 લાખની વસુલાત બાકી છે.
Gujarat Assembly Session Live: વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 25 ડૉક્ટરોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. જેમાંથી 23 ડોક્ટરોના પરિજનોને 50 લાખની સહાય ચૂકવાઇ છે. જ્યારે હજુ 2 ડોક્ટરોના પરિવારજનોને સહાય ચુકવવાની બાકી છે.
Gujarat Assembly Session Live: લાંબા સમય બાદ કોંગ્રેસ ના ધારાસભ્ય અશ્વિન કોટવાલ વિધાનસભા પહોંચ્યાં હતા. અશ્વિન કોટવાલ નારાજ હોવાને લઈને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાની વાતો વહેતી થઈ હતી. જોકે તેઓ આવીને સીથે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠા હતા અને અશ્વિન કોટવાલ વિપક્ષના નેતા ચેમ્બરમાં પણ પહોંચ્યા. ત્યારે બાદ વિધાનસભા ગૃહમાં અશ્વિન કોટવાલ હાજર થયા હતા.
Published On - 1:08 pm, Wed, 30 March 22