GUJARAT : ખેડૂતો પર મોંઘવારીનો વધુ એક માર, રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો

|

Feb 26, 2021 | 6:18 PM

GUJARAT : ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાને બદલે દિવસેને દિવસે વધી રહી છે. જગતના તાતને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

GUJARAT : ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાને બદલે દિવસેને દિવસે વધી રહી છે. જગતના તાતને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પહેલી માર્ચથી ખેડૂતોને રાસાયણિક ખાતરમાં નવો ભાવ ચુકવવો પડશે. DPA ખાતરમાં રૂપિયા 300નો વધારો થયો છે. રૂપિયા 1200ને બદલે ખેડૂતોએ હવે 1500 રૂપિયા ચુકવવાના રહેશે. તો NPK ખાતરમાં ખેડૂતોને રૂપિયા 225 વધુ ચુકવવાના રહેશે. NPK ખાતરનો ભાવ અત્યાર સુધી રૂપિયા 1175 હતો. જોકે ખેડૂતોને હવે 1400 રૂપિયા ચુકવવાના રહેશે. જ્યારે ASP ખાતરના ભાવમાં 175 રૂપિયાનો વધારો થતા ખેડૂતોને હવે ASP ખાતરના 1150 રૂપિયા ચુકવવાના રહેશે. આમ ઉનાળાની શરૂઆત પહેલા જ ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો થતા ધરતીપુત્રોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

 

Next Video