ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં,સરકારી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 3ના નર્સિંગ સ્ટાફની ગ્રેડ 4200 માટે માગ

|

Jul 20, 2020 | 7:57 AM

ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં આવી ગયો છે. વિવિધ આંદોલનની આગમાં હવે GMERS નર્સિંગ એસોસિએશને પણ ઝુકાવીને આંદોલનની તૈયારી કરી નાખી છે.ગાંધીનગરમા અલગ અલગ એસોસિએશનના હોદ્દેદારોની ખાસ બેઠક મળી હતી કે જેમાં બેઠક બાદ નીતિન પટેલને રજુઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વાત થયા પ્રમાણે કોરોના વોરિયરને […]

ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં,સરકારી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 3ના નર્સિંગ સ્ટાફની ગ્રેડ 4200 માટે માગ
http://tv9gujarati.in/grade-pay-na-mud…rade-pay-ni-maag/

Follow us on

ગ્રેડ પેના મુદ્દે હવે શિક્ષક અને પોલીસ બાદ નર્સિંગ સ્ટાફ પણ મેદાનમાં આવી ગયો છે. વિવિધ આંદોલનની આગમાં હવે GMERS નર્સિંગ એસોસિએશને પણ ઝુકાવીને આંદોલનની તૈયારી કરી નાખી છે.ગાંધીનગરમા અલગ અલગ એસોસિએશનના હોદ્દેદારોની ખાસ બેઠક મળી હતી કે જેમાં બેઠક બાદ નીતિન પટેલને રજુઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વાત થયા પ્રમાણે કોરોના વોરિયરને ગુજરાતમાં અત્યારે અપાય છે 2800 ગ્રેડ પે
જ્યારે બીજા રાજ્યમાં આપવામાં આવે છે 4200 ગ્રેડ પે જેને લઈને સરકારી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 3ના નર્સિંગ સ્ટાફની ગ્રેડ 4200 માટે માગ ઉભી થઈ છે. કર્મચારીઓનું કહેવું છે કે હાલનાં સમયમાં જે રીતે તેઓ જાન જોખમમાં મુકીને કામ કરી રહ્યા છે તે સામે સરકારે પણ સમજીને તેનું નિરાકરણ લાવવાની જરૂર છે.

Published On - 7:56 am, Mon, 20 July 20

Next Article