ગુજરાતમાં સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે GOOD NEWS, ગુજરાત સરકારમાં વર્ગ 1થી 3માં 4,463 જગ્યાઓ માટે થવાની છે ભરતી

સરકારી નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત સરકારમાં ચાલુ વર્ષે 4 હજાર 463 જગ્યાઓ માટે ભરતી નિકળવાની છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વર્ગ 1થી વર્ગ 3ની 4,463 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આગામી જૂન-2019થી હાથ ધરવાનું છે. જીપીએસસીએ જૂનથી ડિસેમ્બર-2019 દરમિયાન હાથ ધરાનાર ભરતી પ્રક્રિયાનું આખું કૅલેંડર જાહેર કર્યું છે. આ પણ […]

ગુજરાતમાં સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે GOOD NEWS, ગુજરાત સરકારમાં વર્ગ 1થી 3માં 4,463 જગ્યાઓ માટે થવાની છે ભરતી
| Updated on: Jan 24, 2019 | 10:47 AM

સરકારી નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત સરકારમાં ચાલુ વર્ષે 4 હજાર 463 જગ્યાઓ માટે ભરતી નિકળવાની છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વર્ગ 1થી વર્ગ 3ની 4,463 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આગામી જૂન-2019થી હાથ ધરવાનું છે.

જીપીએસસીએ જૂનથી ડિસેમ્બર-2019 દરમિયાન હાથ ધરાનાર ભરતી પ્રક્રિયાનું આખું કૅલેંડર જાહેર કર્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સેવારત્ બિહાર કૅડરના આ આઈપીએસ ઑફિસર બની શકે છે CBIના નવા સુપ્રીમો, જાણો બીજા કોણ-કોણ છે રેસમાં ?

જીપીએસસીના કૅલેંડર મુજબ ભરતી પ્રક્રિયાની શરુઆત 15 જૂનથી શરુ થશે અને અને 15 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન વર્ગ 1થી લઈ વર્ગ 3 સુધીના કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો : BIG BREAKING : ગુજરાતનો આ દિગ્ગજ ઓબીસી નેતાનો કૉંગ્રેસથી થયો મોહભંગ ? ભાજપમાં જોડાવા વિશે શું કહ્યું અલ્પેશે ? તમે પણ TV9 સાથે અલ્પેશની EXCLUSIVE વાતચીત સાંભળો

આ કૅલેંડર મુજબ જૂનમાં જે જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે, તેની અંદાજિત પરીક્ષા સપ્ટેમ્બરમાં હાથ ધરાશે અને પરિણામ નવેમ્બર તથા ઇંટરવ્યૂ ડિસેમ્બર સુધીમાં થઈ જશે.

આ પણ વાંચો : ‘ભૂતપૂર્વ આતંકવાદી’ને અશોક ચક્ર !!! આ ચોંકાવનારી પણ સાચી ખબર છે, દેશ માટે આ વીરે આપેલા બલિદાનની ગાથા વાંચી આપની છાતી પણ થઈ જશે પહોળી

તેવી જ રીતે 15 ડિસેમ્બરે જે હોદ્દા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે, તેની પરીક્ષા મે, 2020માં યોજાશે, જ્યારે જુલાઈ-2020માં તેનું પરિણામ જાહેર થશે અને સપ્ટેમ્બર-2020માં ઇંટરવ્યૂ યોજાશે.

ગુજરાત સરકાર દ્વારા જે જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરાવાની છે, તેમાં ડાયેરક્ટર, કમિશનર, મૅનેજર, લેક્ચરર, તબીબી અધિકારી, સચિવ, તબીબી ક્ષેત્રના અનેક હોદ્દાઓ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા હોદ્દાઓનો સમાવેશ થાય છે.

[yop_poll id=782]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:38 am, Thu, 24 January 19