GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની પરીક્ષાનું પરિણામ જાહેર, 3,03,384 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી

|

Jan 18, 2022 | 7:21 PM

GPSC દ્વારા કુલ 264 ઉમેદવારોની નિમણૂક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 ની 257 જગ્યાઓ સચિવાલય અને 07 જગ્યાઓ ભરવામાં આવશે

GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની પરીક્ષાનું પરિણામ જાહેર, 3,03,384 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી
file photo

Follow us on

ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 ની કુલ – 264 (257 જગ્યાઓ સચિવાલય (Sachivalay) અને 07 જગ્યાઓ ગુજરાત જાહેર સેવા આયોગે જગ્યાઓ માટે તારીખ 10-11-2020 ના રોજ ભરતી માટેની જાહેરાત ક્રમાંક : 27/2020-21 પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જે માટે રાજ્યભરમાંથી 3,03,384 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉક્ત ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ 01-08-2021ના રોજ રાજ્યના ૩૨ જિલ્લાના કુલ 1224 પેટા કેન્દ્રો ખાતે યોજવામાં આવેલ હતી. પ્રાથમિક કસોટીમાં કુલ 1,56,621 ઉમેદવારો (Candidates) ઉપસ્થિત રહ્યા હતા, જેનું પરિણામ તા. 23-09-21 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જે મુજબ કુલ-4942 ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા હતા.

ઉક્ત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા (Exam) તા.17-10-2021 અને તા.24-10-2021 ના રોજ ગાંધીનગર મુકામે આયોજિત કરવામાં આવી હતી. જેમાં કુલ- 4305 ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. આ ઉમેદવારોનું પરિણામ (result) જાહેર કરવામાં આવ્યું છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચોઃ TV9 Exclusive : સોખડા હરિધામ મંદિરના ગાદીપતિના વિવાદની બેઠકનો વિડીયો

આ પણ વાંચોઃ વેક્સિનેશન માટે અમદાવાદમાં 15થી 17 વર્ષના 90 હજાર કિશોરોને શોધવા એ એએમસી માટે માથાનો દુખાવો થઈ પડ્યો

Published On - 7:16 pm, Tue, 18 January 22

Next Article