પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલની CM ને રજુઆત, પેરા ખેલાડીઓને આપવામાં આવે આર્થિક મદદ

|

Oct 15, 2021 | 7:45 AM

14 ઓકટોબર અને નવરાત્રીના નાવમાં નોરતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ રાજ્યની 18 મહિલાઓનું સન્માન કર્યું હતું. જેમાં પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલે CM ને રજુઆત કરી છે.

પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલે CM ને રજુઆત કરી છે. નારાયણી નમોસ્તુતે કાર્યક્રમમાં ભાવિના પટેલે CM ભુપેન્દ્ર પટેલને પેરા એથલિટ ખેલાડીઓ માટે રજુઆત કરી છે. બેઝિક લેવલથી ખેલાડીઓને આર્થિક મદદ કરવા CM ને વિનંતી કરવામાં આવી છે. તેમજ નેશનલ રેન્ક પ્રાપ્ત કરનાર પ્લેયરને સ્પોર્ટસ કોટામાં જોબ આપવા અને નોર્મલ ખેલાડીઓ માટેની યોજનામાં પેરા ખેલાડીઓ માટે સ્પેશ્યલ કોટા ફાળવવા રજૂઆત કરી છે. નોર્મલ લોકો માટે જે યોજના છે એવી ખાસ યોજનાઓ પેરા પ્લેયર્સ માટે નથી. આવું પણ ભાવિના પટેલે CM ને કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે 14 ઓકટોબર અને નવરાત્રીના નાવમાં નોરતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ રાજ્યની 18 મહિલાઓનું સન્માન કર્યું હતું. ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમ હેઠળ આ 18 નારીશક્તિનું સન્માન કરવામાં આવ્યું તેમાં ભાવીના પટેલ સાથે શ્વેતા પરમાર, મૈત્રી પટેલ, પાબીબેન રબારી, મિત્તલ પટેલ , હીનાબેન વેલાણી, ડો.ધરા કાપડિયા, પ્રેમીલાબેન તડવી, રૈયા તપિયા, શોભનાબેન શાહ, રસીલાવબેન પંડ્યા, અદિતી રાવલ, ડો.નીલમ તડવી, સ્તુતિ કારાણી, માનસી પી . કારાણી, પાર્મીબેન દેસાઇ, ભારતીબેન રામદેવ ખૂંટી અને દેમાબેન ચૌધરીનો સમાવેશ થાય છે.

જેમાં મહેસાણાની ભાવિના પટેલની વાત કરીએ તો તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવીને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે . તેમની મહેનતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અન્ય ખેલાડીઓ અને દેશની યુવતીઓ માટે એક પ્રેરણા ગણાવીને બિરદાવી હતી. ભાવિના છેલ્લાં 20 વર્ષથી ટેબલ ટેનિસની રમતમાં તનતોડ મહેનત કરી છે જેના લીધે આ જવલંત સફળતા મળી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: પૂરપાટ કારની ટક્કરથી હવામાં ફંગોળાઈ સામેની કારે પટકાતા મહિલાનું મોત, CCTV ના દ્રશ્યો કમકમાટીભર્યા

આ પણ વાંચો: Ahmedabad: 555 દિવસ પછી પહેલી વાર સિવિલમાં કોરોનાનો એક પણ કેસ ના નોંધાયો, ડોક્ટર્સને હાશકારો

Next Video