બહુચર્ચિત મગફળીકાંડની તપાસ માટે 1.32 કરોડનું બજેટ ફાળવાયુ

|

Jul 23, 2020 | 9:42 AM

ગુજરાતમાં મગફળીકાંડના તપાસ કરી રહેલ પંચ માટે રાજ્ય સરકારે નાણાકીય જોગવાઈ કરી છે. નાણાકીય વર્ષ 2020-2021માં મગફળીકાંડની તપાસ થઈ શકે તે માટે રૂ. 1.32 કરોડની નાણાકીય જોગવાઈ કરી છે. સૌરાષ્ટ્રમાં હલકી ગુણવત્તાવાળી મગફળીને સારી ગુણવત્તાવાળી મગફળીમાં ભેળસેળ કરીને વેચી હતી અને પછીથી ગોડાઉનને આગ લાગી હતી. આ આગ માનવસર્જીત અને સમગ્ર કૌંભાડને ઢાંકી દેવા લગાડી […]

બહુચર્ચિત મગફળીકાંડની તપાસ માટે 1.32 કરોડનું બજેટ ફાળવાયુ

Follow us on

ગુજરાતમાં મગફળીકાંડના તપાસ કરી રહેલ પંચ માટે રાજ્ય સરકારે નાણાકીય જોગવાઈ કરી છે. નાણાકીય વર્ષ 2020-2021માં મગફળીકાંડની તપાસ થઈ શકે તે માટે રૂ. 1.32 કરોડની નાણાકીય જોગવાઈ કરી છે. સૌરાષ્ટ્રમાં હલકી ગુણવત્તાવાળી મગફળીને સારી ગુણવત્તાવાળી મગફળીમાં ભેળસેળ કરીને વેચી હતી અને પછીથી ગોડાઉનને આગ લાગી હતી. આ આગ માનવસર્જીત અને સમગ્ર કૌંભાડને ઢાંકી દેવા લગાડી હોવાનું તપાસમાં ખુલ્યુ હતુ. સીઆઈડી ક્રાઈમે કરેલી તપાસમાં 19 જણાની કૌંભાડમાં સંડોવણી ખુલી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ નિવૃત ન્યાયાધીશ કરી રહ્યાં છે.

Next Article