ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPમાં મતભેદ, શું ગોપાલ ઇટાલિયાનું કદ વેતરાઈ જશે ?

|

Oct 18, 2021 | 11:02 PM

ગુજરાત AAPના મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું કે ઇસુદાન કે ગઢવી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય છે. તેની ગ્રાઉન્ડ લેવલ પકડ ઘણી સારી છે. તેમને ટૂંક સમયમાં કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPમાં મતભેદ, શું ગોપાલ ઇટાલિયાનું કદ વેતરાઈ જશે ?
gopal italia can remove from aap president after coming gadvi or savani

Follow us on

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ પક્ષનો જુસ્સો ઘણો વધ્યો છે. પાર્ટી હવે ગુજરાતમાં પણ વિસ્તરણની યોજના બનાવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારા પરિણામો મળ્યા બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. AAPએ અત્યારથી જ ચૂંટણી જીતવા રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધી છે. આ તમામ બાબતો વચ્ચે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ પાર્ટીના મોટા નેતાઓ વચ્ચે પરસ્પર મતભેદના સમાચાર સામે આવી રહ્યા છે.

ગોપાલ ઈટાલિયા અત્યાર સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કમાન સંભાળી રહ્યા હતા. પરંતુ જ્યારથી પત્રકાર ઈસુદાન અને હીરાના વેપારી મહેશ સવાણી પાર્ટીમાં જોડાયા ત્યારથી પાર્ટીમાં ઈટાલિયાનું કદ ઘટવા લાગ્યું છે. તેમની પૂછપરછ હવે પહેલાની જેમ થતી નથી. સાથે જ એવા સમાચાર પણ છે કે પાર્ટી હવે ગઢવી અને સવાણીને કેટલીક મહત્વની જવાબદારી સોંપી શકે છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી હવે ઈટાલિયાને પ્રમુખ પદ પરથી હટાવી શકે છે.

ગઢવી અને સવાણીને મહત્વની જવાબદારી મળી શકે છે
ગુજરાતમાં AAPમાં અત્યારે ઘણી બધી અટકળો ચાલી રહી છે. જોકે, અત્યાર સુધી પાર્ટી તરફથી ગઢવી અને સવાણીને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી નથી. તેમને સંગઠનમાં કોઈ પદ આપવામાં આવ્યું નથી.
ગુજરાત AAPના મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું કે ઇસુદાન ગઢવી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય છે. તેની ગ્રાઉન્ડ લેવલ પકડ ઘણી સારી છે. તેમને અને મહેશ સવાણીને ટૂંક સમયમાં કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તેમનું કહેવું છે કે મહેશ સવાણીને પાર્ટીના વરિષ્ઠ નેતા તરીકે મહત્વની જવાબદારી આપી શકાય છે. જનરલ સેક્રેટરીએ કહ્યું કે AAP ઓપરેશન લેવલથી લઈને ચૂંટણી બૂથ લેવલ સુધીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ પક્ષની તાકાત છે. આને ધ્યાનમાં રાખીને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAPએ 27 બેઠકો જીતી હતી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 93 બેઠકો જીતીને સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું. જયારે AAPએ 27 બેઠકો જીતી હતી. જોકે, કોંગ્રેસ ત્યાં એક પણ બેઠક જીતી શકી નથી. ત્યાં પાર્ટીના કાઉન્સિલરોને સંબોધતા દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતની જનતા તમારી તરફ ખૂબ આશાભરી નજરે જોઈ રહી છે. અમારા પ્રથમ પ્રયાસમાં દિલ્હીમાં 28 વિધાનસભા બેઠકો જીત્યા હતા અને પછી સત્તા પર આવ્યા હતા. લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો કારણ કે તેઓ જાણતા હતા કે અમે સાચા દેશભક્ત છીએ કારણ કે અમે અણ્ણા હજારેના આંદોલન સાથે જોડાયેલા હતા.

Next Article