Good News : સુરતમાં બીજી લહેરમાં પહેલીવાર આઇસીયુ, વેન્ટિલેટર પર એકપણ દર્દી નહિ

|

Aug 03, 2021 | 8:29 AM

સુરતીઓ માટે સારા સમાચાર છે કે કોરોનના હવે શહેરમાં ફક્ત 1 જ કેસો નોંધાયા છે. અને આઈસીયુ અને વેન્ટિલેટર પર એકપણ દર્દી દાખલ નથી.

Good News : સુરતમાં બીજી લહેરમાં પહેલીવાર આઇસીયુ, વેન્ટિલેટર પર એકપણ દર્દી નહિ
Good News: For the first time in a second wave, not a single patient on ICU, ventilator

Follow us on

કોરોનાની(corona )બીજી લહેર હવે શાંત થઇ ગઈ છે. વિવિધ હોસ્પિટલ તરફથી મળી રહેલા આંકડા તો એ જ સાબિત કરી રહ્યા છે.કારણ કે હોસ્પિટલોમાં હવે કોરોના ના ગંભીર દર્દીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. સોમવારે સુરતમાં કોરોનાના ફક્ત બે જ કેસો સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં એક અને જીલ્લ્લામાં એક કેસ નોંધાયા છે.

પાછલા ચાર દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના ફક્ત બે જ કેસો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે સારી વાત(good news) તો એ પણ છે કે આ વખતે આઇસીયુ અને વેન્ટિલેટર પર કોરોનાનો એક પણ દર્દી નથી. એટલે કે આ આંકડો શૂન્ય થઇ ગયો છે.ત્યાં જ જો મૃત્યુઆંકણી વાત કરીએ તો નવા કેસો ઘટવા ની સાથે સાથે મૃત્યુનો સિલસિલો પણ અટકી ગયો છે. પાછળ 16 દિવસથી સુરતમાં કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. છેલ્લી વાર 17 જુલાઈના રોજ એકનું મોત થયું હતું તે પછી એક પણ મૃત્યુ નોંધાયું નથી. એટલે કે આ આંકડો પણ શૂન્ય થઇ ગયો છે.

નોંધનીય છે કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં(surat civil hospital )કોરોનાના 10 પોઝિટિવ દર્દીઓ દાખલ છે. આઈસીયુ અને વેન્ટિલેટર પર એકપણ દર્દી દાખલ નથી. ત્યાં  જ બાયપે  અને ઓક્સિજન પર 3-3 દર્દીઓ દાખલ છે. બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલમાં પણ આઇસીયુ, વેન્ટિલેટર અને બાયપેપ  પર એક પણ દર્દી દાખલ નથી. જયારે ઓક્સિજન પર ફક્ત 2 જ દર્દી દાખલ છે. સ્મીમેરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા ફક્ત 4 જ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સારા સમાચાર :
સુરતમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ 1 એટલે કે ફક્ત 2 જ કેસો સામે આવ્યા છે. અત્યારસુધી 1,42,495 કેસો નોંધાઈ ચુક્યા છે. જયારે અત્યારસુધી 2114 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. પહેલીવાર સુરતમાં ફક્ત એક જ કેસ સામે આવ્યો છે. આ પહેલા 16 માર્ચ,2020ના રોજ કોરોના નો પહેલો કેસ નોંધાયો હતો એટલું જ નહિ આ પહેલા 22 ફેબ્રુઆરી,2021ના રોજ આઇસીયુ  અને વેન્ટિલેટર પર એક પણ દર્દીનુ હતો ત્યારે સિવિલમાં ફક્ત 35 દર્દીઓ જ દાખલ હતા. જોકે ચિતા હવે એ વાતની છે કે લોકો કોરોનને ભૂલીને ફરી ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

Published On - 8:19 am, Tue, 3 August 21

Next Article