કેન્દ્ર સરકારે GOLDની આયાત ઉપર લાદેલ અઢી ટકા વેરાના પગલે સોના ચાંદીના ભાવ તુટ્યા, લગ્નસરાની નિકળી ખરીદી

|

Feb 08, 2021 | 2:48 PM

કેન્દ્ર સરકારે અંદાજપત્રમાં સોનાની (GOLD) આયાત ઉપરની ડ્યુટીમાં કરેલા અઢી ટકાના ઘટાડાના પગલે, સોના ચાંદીના ભાવમાં દિવસેને દિવસે કડાકો બોલી રહ્યો છે.

કેન્દ્ર સરકારે અંદાજપત્રમાં સોનાની (GOLD) આયાત ઉપરની ડ્યુટીમાં કરેલા અઢી ટકાના ઘટાડાના પગલે, સોના ચાંદીના ભાવમાં દિવસેને દિવસે કડાકો બોલી રહ્યો છે. હાલ લગ્નસરાની ખરીદી નિકળતા સોના ચાંદીના વેપારીઓ પણ ખુશ છે. તો ઓછા ભાવને લઈને ગ્રાહકોમાં પણ આનંદ છે. કોરોના કાળ દરમિયાન સોનોનો ભાવ 50 હજારની નજીક પહોચતા જ સોના ચાંદી બજારમાં ભારે મંદી જોવા મળી હતી. પરંતુ કેન્દ્ર સરકારે બજેટમાં કરેલ જોગવાઈને કારણે, છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે. જો કે હજુ પણ ભાવમાં ઘટાડો થવાની ધારણા વેપારીઓ સેવી રહ્યાં છે. અમદાવાદના સોના ચાંદી બજારમાં આજનો ભાવ 48,900 થયો છે. જે પાછલા ભાવની સરખામણીએ 300નો વધારો છે. તો ચાંદીનો ભાવ 70 હજારે પહોચ્યો છે.

 

Published On - 2:45 pm, Mon, 8 February 21

Next Video