Gir Somnath : પાલિકા પ્રમુખે PMને અનુલક્ષીને કરેલા ટ્વિટ બાદ PMOનું સૂચન, 12 પ્રાચીન સૂર્યમંદિરોની નવિનીકરણની કામગીરી શરૂ

|

Jun 12, 2021 | 9:43 PM

વડાપ્રધાન મોદી સોમનાથ મંદીર ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. ત્યારે પાલીકા પ્રમુખ પિયુષભાઈના એક ટ્વીટના પ્રત્યુત્તરમાં તેમણે ગુજરાત ટુરીઝમ વિભાગ તેમજ ભારતના પુરાતત્વ વિભાગને તુરંત આ 12 સુર્ય મંદીરોનો સર્વે કરી માહીતી માગી છે.

Gir Somnath : નગરપાલિકાના પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુલક્ષીને કરેલા ટ્વિટ બાદ વડાપ્રધાન કાર્યાલયના સૂચનને પગલે પ્રભાસક્ષેત્રના 12 પ્રાચીન સૂર્યમંદિરોને શોધીને તેનું નવિનીકરણ કરવા ટુરિઝમ અને પુરાતત્વ સહિતના વિભાગો સક્રિય રીતે કામે લાગ્યા છે.

સોમનાથની તીર્થભૂમિમાં સેંકડો પ્રાચીન મહત્વપુર્ણ મંદિરો હોવાનો ગ્રંથોમાં ઉલ્લેખ છે. ત્યારે તીર્થમાં આવેલ 12 પૌરાણિક સૂર્યમંદિરના જીર્ણોધ્ધાર બાબતે સોમનાથ નગરપાલિકા પ્રમુખના ટ્વીટ (Tweet) બાદ વડાપ્રધાન કાર્યાલય (PMO) ના આદેશ બાદ પ્રવાસન વિભાગની ટીમ અને ઇજનેરોએ પ્રભાસ તીર્થમાં સંશોધન કર્યું હતું.

સોમનાથ નગરપાલીકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ તાજેતરમાં સત્તા સંભાળ્યા બાદ સોમનાથ નજીક આવેલ એક સુર્ય મંદીર જર્જરીત હાલતમાં હતું. તેના ફોટો સાથે પીએમ મોદી (PM Modi) ને ટ્વીટ (Tweet) કરી માહીતી જણાવી હતી.

સ્કંદપુરાણમાં વર્ણવ્યા છે કે આવા 12 સુર્ય મંદીરો પ્રભાસતીર્થમાં આવેલા છે. જે અતિ જર્જરીત છે સુર્યઊર્જા સમા આ જર્જરીત મંદીરોનો જો વિકાસ અને જીર્ણાધ્ધાર કરવામાં આવે તો અહીં પ્રવાસન સ્થળો સાથે લોકોને વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિકતાનો પણ લાભ મળી શકે તેમ છે.

પ્રધાનમંત્રી મોદી દેશના વડાપ્રધાન હોવાની સાથે સોમનાથ મંદીર ટ્રસ્ટના તેઓ અધ્યક્ષ પણ છે. ત્યારે પાલીકા પ્રમુખ પિયુષભાઈના એક ટ્વીટના પ્રત્યુત્તરમાં તેમણે ગુજરાત ટુરીઝમ વિભાગ તેમજ ભારતના પુરાતત્વ વિભાગને તુરંત આ 12 સુર્ય મંદીરોનો સર્વે કરી માહીતી માંગી છે. અને તેનો જીર્ણાધ્ધાર કરવા માટે સુચના આપી છે. આ ટીમો વેરાવળ ખાતે પહોંચી હતી અને તમામ માહીતીઓ એકઠી કરવા લાગી ગઇ છે.

સોમનાથ જ્યાં સ્થિત છે એ પ્રભાસ ભૂમિમાં સેંકડો મંદિરો હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. આ જ ભૂમિમાં 12 જેટલા પ્રાચીન સૂર્યમંદિરો પણ આવેલા હોવાનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. વર્ષોના વિધર્મી આક્રમણ બાદ હાલ આ સૂર્યમંદિરો કાળ ક્રમે જર્જરીત અવસ્થામાં છે. જેનું નવિનીકરણ આગામી દિવસોમાં થાય એવા સંકેત વડાપ્રધાન કાર્યાલય દિલ્હીથી દેખાઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી બે દિવસ પૂર્વે ગુજરાત ટુરીઝમની એન્જીનિયર સાથેની ટીમ સોમનાથ આવી હતી. આ ટીમે સોમનાથના પ્રભાસતીર્થની ભૂમિમાં આવેલા તમામ સૂર્યમંદિરોની મુલાકાત લઇને માહિતી એકત્ર કરી હતી. હવે આ માહિતી અંગે વડાપ્રધાનના કાર્યાલયને રીપોર્ટ કરાશે. આ મંદિરોની સચોટ માહિતી માટે ટીમે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની પણ મદદ લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : Rajkot : ધોરાજી પંથકમાં રસીકરણને લઇને નિરસતા, ભય અને અંધશ્રધ્ધાએ લોકોને ગેરમાર્ગે દોર્યા

Next Video